Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
આ રીતે શ્રી કેવલીપરમાત્માને બાહ્ય સુખ-દુઃખ માનવાથી તેઓશ્રીને ઇન્દ્રિયજન્યજ્ઞાન માનવાનો પ્રસંગ આવે છે તેથી તેઓશ્રીને બાહ્ય સુખ-દુઃખ માનવાં જોઈએ નહિ.” - આ પ્રમાણે નહિ કહેવું. કારણ કે વાસ્તવિક રીતે બાહ્ય સુખ અને દુઃખની પ્રત્યે ક્રમશઃ ઇષ્ટ અને અનિષ્ટ એવા અર્થની સાથે શરીરનો સંપર્કમાત્ર પ્રયોજક છે. પરંતુ બહિરિન્દ્રિયજન્ય જ્ઞાન પણ પ્રયોજક નથી. તેથી જ ભગવાન કેવલી પરમાત્માને તૃણસ્પર્શદિ પરીષહ હોય છે – એ પ્રમાણે શ્વેતાંબરાદિની માન્યતા પણ સંગત થાય છે. અન્યથા ઈન્દ્રિયજન્ય મતિજ્ઞાન હોય તો જ બાહ્ય દુઃખ હોય છે - એમ માનવામાં આવે તો, કેવલજ્ઞાનીને સુધાદિ અગિયાર પરીષહો હોય છે. એ કથનનો વિરોધ પ્રાપ્ત થશે... ઇત્યાદિ બરાબર સમજી લેવું જોઇએ. આ શ્લોકના વિવરણમાં અન્યત્ર બીજી રીતે વર્ણન કરાયું છે. જિજ્ઞાસુઓએ એ વિષયમાં ઉપયોગપૂર્વક વિચારવું જોઈએ. ૩૦-૧૪ સાતમા હેતુનું નિરાકરણ કરાય છે–
आहारादिप्रवृत्तिश्च, मोहजन्या यदीष्यते ।
देशनादिप्रवृत्त्यापि, भवितव्यं तदा तथा ॥३०-१५॥ आहारादीति-आहारादिप्रवृत्तिश्च यदि मोहजन्येष्यते भवता बुद्धिपूर्वकपरद्रव्यविषयकप्रवृत्तेर्मोहजन्यत्वनियमात् । तदा देशनादिप्रवृत्त्यापि भगवतस्तथा मोहजन्यत्वेन भवितव्यम् ॥३०-१५।।।
“આહારાદિની પ્રવૃત્તિ જો મોહજન્ય માનવાનું ઇષ્ટ હોય તો દેશનાદિની પ્રવૃત્તિ પણ મોહજન્ય માનવી પડશે.” - આ પ્રમાણે પંદરમા શ્લોકનો અર્થ છે. એનું તાત્પર્ય એ છે કે દિગંબરોના જણાવ્યા મુજબ પરપ્રવૃત્તિમાત્ર મોહજન્ય છે. શ્રી કેવલીપરમાત્મા કવલાહારને ગ્રહણ કરવાની પ્રવૃત્તિ કરે તો તે પ્રવૃત્તિ બુદ્ધિપૂર્વકની પરદ્રવ્યવિષયક(સંબંધી) હોવાથી તેમાં મોહજન્યત્વ માનવાનો પ્રસંગ આવે. તેથી તે પ્રસંગના નિવારણ માટે કેવલીભગવંતો કવલાહાર કરતા નથી - એમ દિગંબરો માને છે. પરંતુ તે બરાબર નથી. બુદ્ધિપૂર્વકની બધી જ પ્રવૃત્તિઓ(પરદ્રવ્યવિષયક પ્રવૃત્તિઓ)ને મોહજન્ય માનવામાં આવે તો દેશનાદિની પ્રવૃત્તિને પણ મોહજન્ય માનવાનો પ્રસંગ આવશે. (શ્રી તીર્થંકરનામકમદિના ઉદયને કારણે દેશનાદિની પ્રવૃત્તિ થાય છે. તેથી તે જો મોહજન્ય નથી, તો અશાતાદિકર્મના ઉદયથી થતી આહારાદિગ્રહણની પ્રવૃત્તિ પણ મોહજન્ય નથી... ઇત્યાદિ સમજી શકાય છે.) ૩૦-૧૫ll
इच्छाभावादगवतो नास्त्येव देशनाप्रवृत्तिः, स्वभावत एव च तेषां नियतदेशकाला देशना इतीष्टा
पत्तावाह
“શ્રી કેવલીપરમાત્માને ઇચ્છાનો અભાવ હોવાથી વસ્તુતઃ દેશનાની પ્રવૃત્તિ તેઓશ્રીને છે જ નહિ. સ્વભાવથી જ તેઓશ્રીને તે તે ચોક્કસ સ્થાને અને ચોક્કસ કાળે દેશના હોય છે.
૨૦૨
કેવલિભક્તિવ્યવસ્થાપન બત્રીશી