Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
હતું, પરંતુ એવું થતું નથી. ઉપરથી કવિઓની કૃતિઓથી તેમને ખેદ જ થતો હોય છે. એનાથી વિપરીત રીતે સજ્જનોને કવિઓની કૃતિથી આનંદ થાય છે, જે ઉપર કમળના દાંતથી સમજાવ્યું છે. ||૩૨-૧૧
પોતાની કૃતિથી દુર્જનોને ખેદ થાય છે તેથી કવિઓ ગ્રંથની રચનાનો શ્રમ કેમ લે છે : તે જણાવાય છે
न त्यजन्ति कवयः श्रुतश्रमं, सम्मुदैव खलपीडनादपि ।
स्वोचिताचरणबद्धवृत्तयः, साधवः शमदमक्रियामिव ॥३२-१२॥ “બીજા કોઈ પણ ગમે તેટલી હેરાનગતિ કરે તો ય, પોતાને ઉચિત એવું આચરણ કરવામાં તત્પર એવા સાધુભગવંતો શમ અને દમની ક્રિયાને જેમ ત્યજતા નથી, તેમ દુર્જનોના પીડનથી પણ શ્રુતશ્રમને આનંદથી જ છોડતા નથી.” - આ પ્રમાણે બારમા શ્લોકનો અર્થ છે. એનું તાત્પર્ય સમજી શકાય એવું છે કે ગ્રંથની રચનાથી કવિજનોને આનંદ થતો હોવાથી, દુર્જનો ગમે તેટલી પીડા આપે તોય તેઓ શ્રુતશ્રમનો(ગ્રંથરચનાનો) ત્યાગ કરતા નથી.
એ વાતને સ્પષ્ટ કરવા માટે દષ્ટાંત ખરેખર જ સરસ આપ્યું છે. પોતાના માટે શ્રી જિનેશ્વરદેવોએ બતાવેલા આચરણમાં કર્તવ્યતાના અધ્યવસાયને વિશે જેમનું ચિત્ત બંધાયેલું છે, એવા પૂ. સાધુભગવંતો ગમે તેવી પણ વિકટ પરિસ્થિતિમાં શમ અને દમની ક્રિયાઓનો ત્યાગ કરતા નથી. વિષય અને કષાયની પરિણતિને દૂર કરનારી ક્રિયાઓને શમદમની ક્રિયા કહેવાય છે. મોક્ષસાધક એ ક્રિયાને કરવામાં પૂ. સાધુમહાત્માઓને ખૂબ જ આનંદનો અનુભવ થતો હોય છે. તેથી ગમે તેવા અવરોધો આવે તોપણ તેઓશ્રી પોતાની અમદમની ક્રિયાનો ત્યાગ કરતા નથી. જેમાં આનંદ પ્રાપ્ત થાય તેને છોડી દેવાનું ન બને - એ સમજી શકાય છે. કવિઓને ગ્રંથરચનાથી આનંદ પ્રાપ્ત થતો હોવાથી તેઓ ગ્રંથરચના કરે છે. દુર્જનોને ખેદ ઉપજાવવા માટે તેઓ ગ્રંથની રચના કરતા નથી. કવિઓની કૃતિથી દુર્જનોને જે ખેદ થાય છે, તેમાં અપરાધ દુર્જનોનો છે. ll૩ર-૧૨ા. ઉપર જણાવેલી જ વાતનું સમર્થન કરાય છે
नव्यतन्त्ररचनं सतां रतेस्त्यज्यते न खलखेदतो बुधैः ।
नैव भारभयतो विमुच्यते, शीतरक्षणपटीयसी पटी ॥३२-१३॥ “દુર્જનોને ખેદ થાય છે એટલા માત્રથી, સજ્જનોને જેનાથી રતિ થાય છે એવી નવા ગ્રંથોની રચનાનો ત્યાગ પંડિતો કરતા નથી. કારણ કે ઠંડીથી રક્ષણ કરવા માટે સમર્થ એવું વસ્ત્ર માત્ર ભારના ભયથી છોડાય નહિ.” - આ પ્રમાણે તેરમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય
૨૬૨
સજ્જનસ્તુતિ બત્રીશી