Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
લઇને એક સ્થાને તે હીલનાને પામે અને બીજે સ્થાને તે હીલનાને ન પામે. આથી સ્પષ્ટ છે કે એક સ્થાને હીલના કરાયે છતે બીજે પણ હીલના થઇ જ જાય છે, જેનો વિપાક અત્યંત દારુણ છે - એ યાદ રાખી મુમુક્ષુએ કોઇની પણ હીલના કરવી ના જોઇએ - એ તાત્પર્ય છે.
-
આમ પણ સામાન્યથી કોઇની પણ હીલના કરવાની નથી. અહીં તો શ્રી અરિહંતપરમાત્માદિ પરમતારક તે૨ પદો લોકોત્તર જ્ઞાનાદિ ગુણોથી સંપન્ન છે. તેઓશ્રીની હીલના કરવાનો વિચાર પણ ન જ હોય. પરંતુ અન્નાનાદિપ્રમાદપરવશ આત્માઓ જ્યારે પણ તે૨ પદોમાંથી કોઇ એક પણ પદની હીલના કરી બેસે છે, ત્યારે બીજાની હીલના કરવાનો ભાવ ન પણ હોય તો ય બીજાની હીલના થઇ જ જાય છે, જેના વિપાક અત્યંત ભયંકર છે - એ યાદ રાખવું જોઇએ. ૨૯-૯
ગુણસંપન્ન શ્રી અરિહંતપરમાત્માદિની હીલના કરવાનું જે ફળ છે, તેનું વર્ણન કર્યું. હવે અલ્પજ્ઞાનાદિથી યુક્ત એવા પૂ. ગુરુદેવશ્રીની હીલનાના ફળનું વર્ણન કરાય છે—
॥૨૬-૧૦
नूनमिति—नूनं निश्चितमल्पश्रुतस्याप्यनधीतागमस्यापि कारणान्तरस्थापितस्य गुरोराचार्यस्याचारशालिनः पञ्चविधाचारनिरतस्य हीलना गुणं स्वगतचारित्रादिकं भस्मसात् कुर्यात् । इन्धनमिव वह्निः ।। २९-१० ।।
“અગ્નિ જેમ ઇંધન(બળતણ)ને ભસ્મસાત્ કરે છે તેમ ખરેખર અલ્પજ્ઞાનવાળા પણ આચારસંપન્ન એવા ગુરુદેવની આશાતના, ગુણને ભસ્મસાત્ કરે છે.” - આ પ્રમાણે દશમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો આશય એ છે કે આ પૂર્વે સામાન્ય રીતે શ્રી અરિહંતપરમાત્માદિ તેર પદોની હીલના ન કરવાનું જણાવ્યું છે. એમાં શ્રી અરિહંત પરમાત્માદિ તો સર્વગુણસંપન્ન હોવાથી પ્રાયઃ તેઓશ્રીની આશાતના-હીલનાનો સંભવ બહુ જ ઓછો રહે છે. પરંતુ આચાર્યભગવંતાદિ તો સમગ્ર ગુણથી પરિપૂર્ણ નથી, છદ્મસ્થ છે. થોડીઘણી ગુણોમાં ન્યૂનતા રહેતી હોવાથી અને અતિપરિચયાદિના કારણે તેઓશ્રીની આશાતનાનો પૂરતો સંભવ હોવાથી તેને અનુલક્ષીને આ શ્લોકમાં જણાવ્યું છે કે વિશિષ્ટ પુણ્ય વગેરે કારણે ગુરુપદે સ્થાપન કરેલા એવા શાસ્ર નહીં ભણેલા, પણ પંચાચારની આરાધનામાં નિરત એવા પૂ. ગુરુભગવંતની હીલના, પોતામાં રહેલા ચારિત્રાદિ ગુણોને એવી રીતે ભસ્મસાત્ કરે છે કે જે રીતે અગ્નિ લાકડાદિ બળતણને ભસ્મસાત્ કરે છે.
સામાન્ય રીતે યોગ્યને જ ગુરુપદે બિરાજમાન કરાય છે. પરંતુ કોઇ વાર ગચ્છની સારસંભાળ કરનાર કોઇ પણ રીતે પોતાની જવાબદારી વહન કરવા માટે સમર્થ ન રહે ત્યારે બીજા કોઇ ગીતાર્થ સંભાળી શકે એવા ન હોય અને જે સંભાળી શકે એવા હોય તે ગીતાર્થભણેલા ન હોય, આવી સ્થિતિમાં શાસ્ત્ર નહીં ભણેલાને પણ ગુરુપદે સ્થાપન કરવા પડતા હોય
વિનય બત્રીશી
૧૭૨
नूनमल्पश्रुतस्याऽपि, गुरोराचारशालिनः । દીનના મસાત્ ર્યાદ્, મુળ હરિવેન્શનમ્