Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
६/१५ ० विरतिधरादिपदार्थरूपेण परिणमनमावश्यकम् 0 ८०९
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - व्यञ्जनप्रतिपाद्यक्रियोपेतार्थप्रतिपादकैवम्भूतनयाभिप्रायतः प विराधना-विराधकभावविरमणपरिणतिसत्त्वे विरतिधरः, मोक्षमार्गसाधनप्रवृत्तिपरायणत्वे साधुः, मा पुद्गलेष्वौदासीन्याध्यवसाये सति मुनिः, दुर्गतिगमनप्रवृत्तं स्वात्मानं धारयन् धर्मात्मा इत्येवं ज्ञात्वा । तत्तत्परिणामाऽपरिणतत्वदशायां स्वात्मानं विरतत्व-साधुत्वादिबुद्ध्या न मन्तव्यं रजोहरणादिधारिणा। " अयमेवम्भूतनयोपदेशः ग्राह्यः दीक्षितैः। तादृशोपदेशाऽनुसरणतश्च “सर्वथा कृतकृत्यश्च सूक्ष्मोऽव्यक्तो श निरञ्जनः। सर्वकर्मफलाभावात् संसिद्धः सिद्ध उच्यते ।।” (ब्र.सि.स. २७) इति ब्रह्मसिद्धान्तसमुच्चये क श्रीहरिभद्रसूरिभिः दर्शितं सिद्धस्वरूपं प्रत्यासन्नं स्यात् ।।६/१५।।
# એવંભૂતનયનો આધ્યાત્મિક ઉપદેશ રિણામ મય : એવંભૂતનય શબ્દપ્રતિપાદ્ય ક્રિયાથી યુક્ત વસ્તુને જ તે શબ્દના વાચ્યાર્થરૂપે સત્ માને છે. આ બાબત એ રીતે ઉપયોગી છે કે વિરાધનાથી અને વિરાધકભાવથી અટકવાની પરિણતિથી પરિણત હોઈએ ત્યારે જ આપણે વિરતિધર છીએ. મોક્ષમાર્ગને સાધી રહ્યા હોઈએ ત્યારે જ આપણે આપણને સાધક કે સાધુ માનવા. સાધુજીવનમાં અંતરંગ પરિણામના સ્તરે પુગલોને વિશે ઉદાસીનતા છે - મૌન આવે તો જ આપણે મુનિ સાચા. દુર્ગતિ તરફ જતી આપણી જાતને અટકાવી સદ્ગતિના વા માર્ગે આત્માને આગળ ધપાવી રહ્યા હોઈએ તો જ આપણે ધર્માત્મા કહેવાઈએ. તેવી ક્રિયાથી કે પરિણામથી પરિણત થયા ન હોઈએ ત્યારે આપણને વિરતિધર-સાધક-સાધુ-મુનિ-ધર્માત્મા માનવાની ભૂલ ન કરવી. સ આ પ્રમાણે એવંભૂતનયનો ઉપદેશ રજોહરણાદિધારકે ગ્રહણ કરવા યોગ્ય છે. તેવા ઉપદેશને અનુસરવાથી બ્રહ્મસિદ્ધાંત સમુચ્ચયમાં દર્શાવેલ સિદ્ધસ્વરૂપ નજીક આવે છે. ત્યાં શ્રીહરિભદ્રસૂરિજીએ જણાવેલ છે કે “(૧) સર્વથા કૃતકૃત્ય, (૨) સૂક્ષ્મ, (૩) અવ્યક્ત, (૪) નિરંજન, (૫) સર્વ કર્મના ફળથી રહિત થવાના લીધે સારી રીતે જે સિદ્ધ થયા હોય, સંસારમાંથી સીઝી ગયા હોય તે સિદ્ધ કહેવાય છે.” (૬/૧૫)
લખી રાખો ડાયરીમાં... / • તાવની ગરમીને હટાવવા બુદ્ધિ પ્રયત્નશીલ છે.
મગજની ગરમીને દૂર કરવા શ્રદ્ધા સક્રિય છે.
• આંખનો અંધાપો બુદ્ધિને ખૂંચે છે.
આંખનો વિકાર શ્રદ્ધાને ડંખે છે. • પરમાત્માની વાતમાં બુદ્ધિ How & WHY કરે છે.
Blesal sê sd - O.K., ALL RIGHT, DON'T WORRY, THANKS.