Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
९१८
० सद्भूताऽसद्भूतव्यवहारनयोपयोगातिदेश:
૮/૨ तदुक्तम् आलापपद्धती “व्यवहारो द्विविधः सद्भूतव्यवहारोऽसद्भूतव्यवहारश्च। तत्रैकवस्तुविषयः _ सद्भूतव्यवहारः, भिन्नवस्तुविषयोऽसद्भूतव्यवहारः” (आ.प.पृ.२०) इति। सद्भूताऽसद्भूतव्यवहारनयोपयोगः त्रयोदशशाखायां (१३/४,५,६) वक्ष्यत इत्यवधेयम् ।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - शुद्धाऽशुद्धनिश्चयनयनिमज्जनसामर्थ्य-स्थैर्ययोः विरहे श स्वात्मद्रव्यमीमांसाप्राधान्येन सद्भूतव्यवहारोपनयमुपयुज्य निजात्मद्रव्ये निमज्जनीयम् । सद्भूतव्यवहारनयतः गुण-गुणिप्रभृतिभेददर्शनेन व्यवहारनयमर्यादावर्ती आत्मार्थी स्वात्मद्रव्यभिन्नगुणादीनुपार्जयितु
मुत्सहते। इत्थं स मोक्षमार्गेऽभिसर्पति। ततश्च “आकाररहितं शुद्धं स्वस्वरूपे व्यवस्थितम् । सिद्धावष्ट'' गुणोपेतं निर्विकारं निरामयम् ।।” (प.प.२१) इति परमानन्दपञ्चविंशतिसन्दर्शितं सिद्धस्वरूपं नैव दुर्लभम् - T૮/રૂા
(ત૬) તેથી આલાપપદ્ધતિ ગ્રંથમાં જણાવેલ છે કે “વ્યવહારનયના બે ભેદ છે. સદ્દભૂતવ્યવહાર અને અસભૂતવ્યવહાર. તેમાં સદ્ભુત વ્યવહારનય તેને કહેવાય જે એક જ વસ્તુમાં ભેદનો વ્યવહાર કરે. ભિન્ન વસ્તુઓમાં ભેદનો વ્યવહાર કરનાર અસભૂત વ્યવહારનય કહેવાય છે.” સભૂતવ્યવહાર નયનો ઉપયોગ કેવી રીતે ક્યાં થાય છે ? તે તેરમી શાખાના ચોથા શ્લોકમાં કહેવાશે. તથા
અસભૂતવ્યવહારનો ઉપયોગ કેવી રીતે ક્યાં થાય ? તે વાત તેરમી શાખાના ચોથા, પાંચમા અને - છઠ્ઠા શ્લોકમાં જણાવાશે. આ વાતને અધ્યેતાવર્ગે ખ્યાલમાં રાખવી.
ઈ ગુણ-ગુણીમાં ભેદ દર્શનનું પ્રયોજન છે આધ્યાત્મિક ઉપનય :- શુદ્ધ-અશુદ્ધ નિશ્ચયનયની વિચારણામાં ઊંડા ઉતરવાની પોતાની ક્ષમતા હતી કે સ્થિરતા ન જણાતી હોય તો સ્વાત્મદ્રવ્યની વિચારણા મુખ્ય બને તે રીતે સદ્ભુત વ્યવહારનયનો
ઉપયોગ કરી આત્મામાં કરવા માટે પ્રયત્ન કરવો. સભૂત વ્યવહારથી ગુણ-ગુણી વગેરેમાં ભેદનું દર્શન કરવા દ્વારા વિભિન્ન ગુણ વગેરેને પ્રગટ કરવા માટે વ્યવહારુ આત્માર્થી જીવને ઉત્સાહ પ્રગટે છે. આ રીતે તે જીવ મોક્ષમાર્ગમાં આગળ ધપે છે. ત્યાર બાદ “મોક્ષમાં આકારશૂન્ય, શુદ્ધ, નિજસ્વરૂપમાં વ્યવસ્થિત, આઠ ગુણથી યુક્ત, નિર્વિકાર, વ્યાધિમુક્ત ચૈતન્ય હોય છે' - આ પ્રમાણે પરમાનંદપંચવિંશતિમાં સારી રીતે દર્શાવેલ સિદ્ધસ્વરૂપ દુર્લભ રહેતું નથી. (૮૩)
(લખી રાખો ડાયરીમાં....૪)
• બુદ્ધિ કર્મસત્તાની આજ્ઞા માને છે.
શ્રદ્ધા ધર્મ મહાસત્તાની આજ્ઞાને શિરોમાન્ય કરે છે.
તમામ વાસના ભયંકર છે.
તમામ ઉપાસના ભદ્રકર છે.