Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 470
________________ १०९६ ० देवसेनमतसमीक्षणम् । ઈમ બહુ વિષય નિરાકરી રે, કરતાં સસ સંકોચ; કેવલ બાલક બોધવા રે, દેવસેન આલોચ રે ll૮/ર૪ (૧૩૨) પ્રાણી. એહવા નિશ્ચયનય, વ્યવહારનયના (ઈમ બહુ) ઘણા (વિષયક) અર્થ નિરાકરી કહેતા ટાલી (તસત્ર) તેહનો સંકોચ કરતાં = થોડો ભેદ દેખાડતાં, નયચક્ર ગ્રંથકર્તા જે દેવસેન, તેહનો આલોચ (કેવલ) આપસરિખા કેટલાક બાલ બોધવાનો જ દીસઈ છઈ. પણિ સર્વાર્થ નિર્ણયનો આલોચ નથી દીસતો. निश्चय-व्यवहारविषयनानात्वनिरूपणप्रयोजनं प्रकृते योजयति - ‘इति' इति । इति बह्वर्थतां हित्वा तयोः सङ्कोचतो ननु। केवलं बालबोधाय देवसेनविचारणा।।८/२४ ।। म प्रकृते दण्डान्वयस्त्वेवम् - इति तयोः बह्वर्थतां हित्वा (तयोः) सङ्कोचतः ननु देवसेनविचारणा વર્ત વાનવોથાયTI૮/૨૪ इतिः = एवंप्रकारेण तयोः = निश्चय-व्यवहारनययोः नानाविषयावगाहिता शास्त्रे प्रसिद्धा । तथापि तां बह्वर्थतां = नानाविधविषयावगाहितां हित्वा = परित्यज्य तयोः = निश्चय-व्यवहारनययोः सङ्कोचतः = अल्पविषयविशेषकरणतः ननु इति विरोधोक्तौ, “ननु च स्याद् विरोधोक्तौ” (ક.વિ.ના..૬/૭૮) રૂતિ માનચિન્તામણનામમાત્રામાં શ્રીદેવજરિવવનાત, રેવનવિવાર = नयचक्रप्रमुखग्रन्थकारस्य नयोपनयमीमांसा केवलं बालबोधाय = स्वसमानकतिपयमतिमुग्धप्रतिबोधाय અવતરણિકા:- નિશ્ચય અને વ્યવહાર નયના વિષયો અનેક પ્રકારના છે. તેના નિરૂપણના પ્રયોજનને પ્રસ્તુતમાં જોડતા ગ્રંથકારશ્રી કહે છે કે : જ દેવસેનમત સંકોચદોષગ્રસ્ત જ શ્લોકાર્થ :- આ પ્રમાણે નિશ્ચય અને વ્યવહાર નયના વિવિધ વિષયોને છોડી, તે બન્ને નયનો સંકોચ કરવાથી ખરેખર દેવસેનની વિચારણા કેવળ મુગ્ધ બાળકોને સમજાવવા માટે જ જાણવી. (૮૨૪) આ વ્યાખ્યાર્થ:- પ્રસ્તુત શાખાના ૨૨ અને ૨૩મા શ્લોકમાં જે પ્રકારે વિચારી ગયા તે પ્રકારે નિશ્ચયનય અને વ્યવહારનય અનેક વિષયોનું અવગાહન કરે છે. આ હકીકત શાસ્ત્રના પાને પાને પ્રસિદ્ધ છે. { તેમ છતાં નિશ્ચય અને વ્યવહારનય અનેકવિધ વિષયોનું અવગાહન કરે છે' - આ બાબતને બતાવવાનું ટાળીને દેવસેનજીએ નિશ્ચયનય અને વ્યવહારનયના વિવિધ વિષયોમાં સંકોચ કરીને તેના થોડાક જ ભેદ દેખાડેલા છે. જે રીતે દેવસેનજીએ નિશ્ચય-વ્યવહારને વર્ણવેલ છે, તે જોતાં તેણે તે બન્નેનું મર્મગ્રાહી સ્વરૂપ સંપૂર્ણતયા નથી દર્શાવ્યું. માર્મિક રીતે નયસંબંધી સર્વ પદાર્થનો નિશ્ચય કરવા માટે દેવસેનકૃત વિચારણા સમર્થ નથી. આમ નિશ્ચય અને વ્યવહાર નયના ઘણા અર્થનો સંકોચ કરવાના લીધે નયચક્ર વગેરે ગ્રંથની રચના કરનાર દિગંબર દેવસેનની નય-ઉપનયસંબંધી વિચારણા ફક્ત પોતાના જેવા કેટલાક મતિમુગ્ધ બાળકોને સમજાવવા માટે જ ઉપયોગી છે - તેમ જાણવું. પરંતુ નયસંબંધી તમામ અર્થનો લી.(૩)માં ‘સર્વાર્થસિદ્ધ પાઠ.

Loading...

Page Navigation
1 ... 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482