Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust
View full book text
________________
૧૬૬
ધર્મ સંગ્રહ ગુ૦ ભા૦ સાદ્ધાર ગા, ૬૧
(૩) પુરિસવરપુંડરિયાણું – પુરૂષોમાં પુંડરિક કમળ તુલ્ય. કમળ કાદવમાં ઉગે, જળથી વૃદ્ધિ પામે અને બન્નેને છોડીને ઊંચે રહે છે, તેમ અરિહંતે કર્મપી કાદવમાં જનમે, ભેગરૂપી પાણીથી વૃદ્ધિ પામે, છતાં બન્નેને છેડીને ઉચે મુક્તિમાં જાય છે. ઉપરાંત કમળની જેમ જેઓ સાહજિક અતિશયેથી સુંદર, ગુણલક્ષ્મીનું નિવાસ સ્થાન, જીને આનંદ પમાડનાર, ભવ્ય જીની સેવાને પામેલા અને મુક્તિને પમાડનારા પણ છે. જેઓ એમ માને છે કે વિજાતિય ઉપમાથી ઉપમેયની વાસ્તવિકતા હણાય છે, તેમના મતનું આ વિશેષણથી ખંડન સમજવું.
(૪) પુરિવરગંધહથીણું- પુરૂષોમાં ગંધહસ્તિ જેવા. ગંધહસ્તિના ગંધથી મુદ્ર હાથીઓ નાશી જાય, તેમ પ્રભુના અતિશયોથી તીડ, પોપટ, ઊંદર, વગેરે ધાન્યના શત્રુઓ (ઈતિ) અને રોગો, તથા કોલેરા, મરકી, પ્લેગ, વગેરે મારીઓ, પરરાજ્ય વગેરેના ઉપદ્ર, દુષ્કાળ અને અતિવૃષ્ટિ, વગેરે સઘળું નાશ પામે છે.
૪. સ્તોતવ્ય સામાન્ય ઉપયોગ સંપદા = અરિહંત સામાન્યતયા “લોગરમાણું, લોગનાહાણું, લેગહિયાણું, લેગપાઈવાણ, લેગપજજો અગરાણ” એ પાંચ પ્રકારે લોકોપયોગી છે. તેમાં
(૧) લગુત્તરમાણ- પંચાસ્તિકાયમય ચૌદ રાજલકમાં અરિહતે અભવ્યથી તે ઉત્તમ છે જ, ઉપરાંત સર્વ ભવ્ય છે રૂપી સજાતિયકમાં પણ ઉત્તમ હોવાથી લેકને વિષે ઉત્તમ છે.
(૨) લગનાહાણું - અપ્રાપ્ત શુભ ભાવને પ્રાપ્ત કરાવવા તે યુગ અને ઉપદ્રવથી રક્ષણ કરવું તે ક્ષેમ, આગ અને ક્ષેમને કરે તે નાથ કહેવાય, અરિહંતે જાતિભવ્ય- દુર્ભવ્ય સિવાયના ઉત્તમ ભવ્ય રૂપ લેકમાં ધર્મબીજનું વપન, ઉદ્દગમ, પોષણ, રક્ષણ, વગેરે ભેગ અને રાગદ્વેષાદિ અંતરંગ શત્રુઓથી રક્ષણરૂપ ક્ષેમને કરનારા છે, માટે લેકના નાથ છે.
(૩) લેગહિયાણ- વ્યવહારરાશીમાં વર્તતા એકેન્દ્રિયાદિ સર્વ જીવોનું હિત થાય તે (અથવા ચૌદ રાજલોકના સ્વરૂપને જણાવનાર) ઉપદેશ કરનાર, માટે લોકને હિત કરનાર છે.
(૪) લોગપઈવાણું- વળી સંજ્ઞી પંચેન્દ્રિયરૂપ વિશિષ્ટ જીવલોકને ઉપદેશ દ્વારા દીપકની જેમ અજ્ઞાન અંધકારને નાશ અને તવોને પ્રકાશ કરે છે. માટે લેકને માટે પ્રદીપ તુલ્ય છે.
(૫) લેગપયગરાણું - ચૌદ પૂર્વધરરૂપી વિશિષ્ટ લેકને સૂર્યની જેમ જીવાજીવાદિ તને યથાર્થ પ્રકાશ કરનારા, માટે લેકમાં પ્રોતને કરનારા છે. એ રીતે અરિહતે લેકને સામાન્યતયા ઉપયોગી છે, તે કહ્યું.