Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust
View full book text
________________
૧૮૪
ધર્મસંગ્રહ ગુરુ ભાવે સારદ્વાર ગા. ૬૨
થાંભા, કુંભીઓ, બારસાખ, વગેરે મૂળદ્રવ્ય અને બીજું છત વગેરે ઉત્તર દ્રવ્ય = એમ પણ બે પ્રકારના દેવદ્રવ્યના નાશમાં, અથવા “બે પ્રકારે નાશ” એ અર્થમાં જેને તથા અજેનેથી નાશ પામતા દેવદ્રવ્યમાં ઉપેક્ષા કરનાર શ્રાવક તે શું? સર્વસાવદ્ય ત્યાગી સાધુ પણ ઉપેક્ષા કરે, ઉપદેશાદિ દ્વારા તેનું રક્ષણ ન કરે, તે તે પણ અનંત સંસારી થાય.
પ્રશ્ન- સર્વ સાવધને ત્રિકરણ યેગથી ત્યાગ કરનાર સાધુને દેવદ્રવ્યની રક્ષા કરવી કેમ ઘટે? ઉત્તર- સાધુને રાજા કે શ્રીમંતાદિને આદેશ આજ્ઞા કરીને ઘર-ગામ કે બી પણ નવું દ્રવ્ય મેળવવાનો અધિકાર નથી, પણ કોઈ સરળ પરિણામી ધાર્મિક મનુષ્યોએ પહેલાં આપેલું હોય, કે બીજી રીતિએ ભેગું થયું હોય, તેની રક્ષા કરે તે સાધુને કઈ દેષ નથી, ઉલટું જિનાજ્ઞા પાલનનું ફળ મળે. પંચકલપભાષ્યમાં કહ્યું છે કે- જે સાધુ સ્વયં ધનની માગણી કરે તેને દેષ લાગે, પણ એકઠા થયેલા દેવદ્રવ્યનો નાશ થતાં તેની રક્ષામાં ઉપેક્ષા કરે છે તે તત્ત્વથી દેવની અભક્તિ છે, માટે સાધુ કે શ્રાવક ઉભયે પોતાની મર્યાદા પ્રમાણે દેવદ્રવ્યને નાશ કે દુર્વ્યય થતો અટકાવવા સર્વબળ અને ઉપાયો કરવા જોઈએ. વ્યવહારભાષ્યમાં કહ્યું છે કે- જે ગૃહસ્થ દેવદ્રવ્યનું સ્વયં ભક્ષણ કરે, કે સાધુઓને આપે, તે તે લેનાર-દેનાર બને જિનાજ્ઞાના ભંજક બને, ઉપરાંત અનવચ્છ દોષ લાગે, શ્રાદ્ધદિનકૃત્ય ગા. ૧૪ર થી કહ્યું છે કે- દેવદ્રવ્ય જ્ઞાન, દર્શન, ચારિત્ર ગુણોની પ્રભાવનાનું કારણ અને જિનપ્રવચન (શાસન)ની વૃદ્ધિ કરનાર છે, માટે તેનું ભક્ષણ કરનાર અનંત સંસારી થાય છે, રક્ષણ કરનાર અલ્પ સંસારી થાય છે અને વૃદ્ધિ કરનાર તીર્થકરપણાને પામે છે.
દેવદ્રવ્ય એ પૂજનીય છે, ઉત્તમ છે, તો તેની વૃદ્ધિ પણ સત્ય અવહારથી જ કરવી જોઈએ. કહ્યું છે કે કેટલાક મેહમુદ્ર અજ્ઞાની છ જિઆજ્ઞાથી વિપરીત રીતે (અન્યાય, અનીતિ, લોભ મુઢતાથી) દેવદ્રવ્યની વૃદ્ધિ કરનારા સંસાર સમુદ્રમાં ડુબે છે.
કેટલાક ગ્રન્થકારે તે એમ પણ માને છે કે- અન્ય ધમીઓને પણ દેવદ્રવ્ય ધીરીને કે બદલામાં અધિક કિંમતનું ઘરેણું લઇને પણ અધિક વ્યાજ લેવું તે પણ વ્યાજબી નથી.
તથા (તીર્થમાળ વગેરે) માળા પહેરવા વગેરેમાં જે ઉછામણી બેલાય, તે દેવદ્રવ્ય હોવાથી તુર્ત આપી દેવું જોઈએ. વિલંબે આપે તો (વ્યાજનું) ભક્ષણ થવાથી ઉપર કહ્યા તે દે લાગે. તત્કાલ આપી શકાય તેમ ન હોય તો સંઘ સમક્ષ પખવાડીયું, વગેરે મુદત બાંધી મુદત પ્રમાણે આપવું જોઈએ, અન્યથા ઉપર કહ્યા તે દેષ લાગે.