Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust
View full book text
________________
પ્ર૦ ૪. દિનચર્યા– સિધ્ધાણુ. મુધ્ધાણંનાં અ
૧૭૫
સદેવાના સમુહે સભૂતભાવ=સાચા ભાવથી જે ચારિત્ર ધર્મને પૂજ્યા છે, તે ચારિત્ર ધર્મની પણ સદાય વૃધ્ધિ આ શ્રુતથી થાય છે, વળી જ્ઞેયરૂપે સલાક જેમાં રહેલા છે અર્થાત્ જે સલાકના પ્રકાશક છે, વળી મનુષ્યા, અસુરો તથા ઉપલક્ષણથી સર્વ જીવા પણ જેમાં રહેલા છે તે ત્રણે જગત્ જેમાં (જ્ઞેયરૂપે) રહેલું છે, તેવા જૈનમતરૂપ આ શ્રુતધર્મ શાશ્વત્ (સદાય) વૃધ્ધિને પામેા! અને એની વૃદ્ધિરૂપ વિજયથી (શ્રુતના ફળરૂપે) ધમ્મુત્તર =ચારિત્રધર્મ પણ વૃદ્ધિને પામેા! આ પ્રાર્થના માક્ષના ખીજરૂપ હોવાથી તુચ્છ નથી, પણ શ્રેષ્ઠ છે.
44
હવે આશ્રુતધર્મના જ વંદન, પૂજન, સત્કાર, સન્માન વગેરે માટે કાઉસ્સગ્ગ કરવા સુઅસ ભગવએ કરેમિ કાઉસ્સગ્ગ'' વગેરેથી માંડીને અન્નત્થ સૂત્ર પૂર્ણ ખેલવું. તેના અર્થ તા પાછળ કહી આવ્યા, માત્ર “સુઅલ્સ ભગવ” એમાં શ્રુત એટલે પહેલા સામાયિક અધ્યયનથી માંડીને દૃષ્ટિવાદના છેલ્લા બિંદુસાર અધ્યયન સુધી સપૂર્ણ દ્વાદશાંગીરૂપ શ્રુત, તે ‘ભગવઆ' એટલે યશ, મહિમા વગેરે ગુણયુકત હોવાથી ભગવ'ત, એવા શ્રુતભગવંતની આરાધના માટે કાઉસ્સગ્ગ કરુ છું. અહીં પણ આઠ શ્વાસેાાસના કાઉસ્સગ્ગ કરી, પારીને ત્રીજી સ્તુતિ શ્રુતજ્ઞાનની કહેવી. આ સૂત્રનુ` શાસ્ત્રીય નામ શ્રુતસ્તવ છે, તેની સંપદા એ તેનાં પદો તુલ્ય સાળ છે અને સ્વા ખસાનવ છે. (‘ સુઅસ ભગવએ’ સાથે ખસાને સાળ છે.) હવે શ્રુતધર્મની આરાધનાનુ` પર’પર ફળ જે સિદ્ધિ, તેને પામેલા સિધ્ધાને નમસ્કારરૂપ આઠમા અધિકાર કહે છે.
66
સિદ્ધાળ' વ્રુદ્ધાળ', પાયાળ' વવયાળ' |
હૈ
મુવનયાળ, મા સચા સન્નિદાન ॥૨॥”
અ– સિદ્ધ, બુદ્ધ, પાર’ગત, પરંપરાગત એવા લેાકના અગ્રભાગને (અંતને) પામેલા સ સિદ્ધોને સદા નમસ્કાર થાએ! (શાસ્ત્રમાં કર્મસિદ્ધ, શિલ્પસિદ્ધ, વગેરે અગિયાર પ્રકારે કહેલા સિદ્ધો પૈકી અહી છેલ્લા ક‘ક્ષયસિદ્ધને આ નમસ્કાર જાણવા. તે પણ ખુદ્ધ એટલે પરોપદેશ વિના સ્વયં ખાધ પામેલાને, તે પણ પારંગત એટલે સર્વ પ્રયાજન સિધ્ધ થવારૂપ પારને, કે સંસારના પારને પામેલાને, અને તે પણ પર પરગત એટલે ચૌદ ગુણુસ્થાનકના ક્રમે, અથવા સમ્યગ દન, જ્ઞાન, ચારિત્રરૂપ ગુણ પ્રાપ્તિના ક્રમે સિદ્ધ થયેલાને, તે પણુ બાણુની જેમ પૂ॰પ્રયાગથી, એરંડાના બીજની જેમ ખંધ છેદનથી, તુંબડાની જેમ કરૂપી કાદવને સંગ છૂટવાથી અને જીવના ઉર્ધ્વગામી સ્વભાવરૂપે ગતિપરિણામથી, એમ ચાર કારણે લેાકના અગ્રભાગે રહેલા સિદ્ધને, તે પણ તીર્થસિદ્ધ, અતીસિધ્ધ, વગેરે પ`દર પ્રકારે સિદ્ધ થયેલા સ સિદ્ધોને નમસ્કાર થા.)
ઉત્કૃષ્ટ રીત્યવંદનામાં આ આઠમા અધિકાર કહ્યો. હવે સામાન્યથી સસિદ્ધોની સ્તુતિ