________________
પ૦
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૭ (द्वितीयाध्य० तृतीयोद्देशक) क्रूराणि कर्माणि परस्यार्थाय कुर्वतो हिताहितबुद्ध्यादिविपर्यासवतो हिंसादिदोषस्यापि भवान्तरे प्रायश्चित्तानुपपत्तिरेव स्यात् । अथ सर्वस्यैव पापस्य प्रमादेन कृतस्य विपर्यासाधायकत्वाद्विपर्यासजलसिच्यमानानां क्लेशपादपानां चानुबन्धफलत्वाद् भवान्तरेऽपि तथाभव्यताविशेषात्कस्यचिद्विपर्यासनिवृत्त्यैवानुबन्धनिवृत्तेहिंसादिप्रायश्चित्तोपपत्तिरिति चेत् ? तदिदमुत्सूत्रप्रायश्चित्तेऽपि तुल्यम् । न चैवमुत्सूत्रभाषिणामनन्तसंसारानियमनात्ततो भयानुपपत्तिरिति शङ्कनीयम्, एकान्ताभावेऽपि बाहुल्योक्तफलापेक्षया हिंसादेरिवोत्सूत्रादास्तिकस्य भयोपपत्तेः, आस्तिक्यं ह्यसत्प्रवृत्तिभयनिमित्तमिति दिग् ।।७।। ટીકાર્ય :
ગત સ્વામોટું ....નિમિત્તતિ લિમ્ II આથી જ=અનુબંધથી જ અનંતસંસારનું અર્જત થાય છે આથી જ, આભોગથી કે અનાભોગથી ઉસૂત્રભાષી આ જન્મમાં અથવા જન્માંતરમાં આલોચિત પ્રતિક્રાંત તે પાપવાળા જીવોને અનુબંધનો વિચ્છેદ થવાથી અનંતસંસારિતા નથી. કેવળ અનંત ભવભોગ્ય નિરુપક્રમ કર્મબંધ થયે છતે ઉસૂત્રભાષણ દ્વારા અનંત ભવ ભોગ્ય વિરુપક્રમ કર્મબંધ થયે છતે, તેની વિશેષતા સુધી તિરુપક્રમ કર્મના લાશ સુધી પ્રાયશ્ચિતની પ્રાપ્તિ જ થતી નથી; કેમ કે અધ્યવસાયવિશેષ છે=ઉસૂત્રભાષણકાળમાં તિરુપક્રમ કર્મબંધને અનુકૂળ એવો અધ્યવસાયવિશેષ છે, અને નિયત ઉપક્રમણીય સ્વભાવવાળા કર્મબંધમાં આ જન્મમાં કે જન્માંતરમાં પ્રાયશ્ચિત્તનો સ્વીકાર થાય છે. આથી જ નિયત ઉપક્રમણીય સ્વભાવવાળા કર્મબંધમાં પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ થાય છે આથી જ, ભગવાનની પાસે આવેલા જમાલીના શિષ્યોને તે ભવમાં જ ઉસૂત્રભાષણના પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ થઈ. અને “તે સ્થાનના અનાલોચિત અપ્રતિક્રાંત એવી કાલી દેવી કાલ માસે કોલ કરીને ઈત્યાદિ શાસ્ત્રવચનથી તેને ઉસૂત્રભાષણના પાપને, ભાવથી અનાલોચિત પાર્થસ્થાદિ નિમિત્ત પાપવાળી એવી કાલીદેવી વગેરેને ભવાંતરમાં જ પ્રાયશ્ચિતની પ્રાપ્તિ છે. કેમ કાલી વગેરેને ભવાંતરમાં પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ છે? તેથી કહે છે –
હે ભગવંત ! કાલી દેવી તે દેવલોકથી અનંતર ઉદ્વર્તન કરીને ક્યાં ક્યાં જશે ? ઉત્પન્ન થશે ? તેને ભગવાન ઉત્તર આપે છે – હે ગૌતમ ! મહાવિદેહવાસમાં સિદ્ધ થશે.” ઈત્યાદિ વચનથી તેણીને કાલીદેવીને, ભવાંતરમાં જ પૂર્વભવોમાં આચીર્ણ પાર્થસ્થાદિપણાથી થયેલ પાપકર્મના પ્રાયશ્ચિત્તનું કથન છે.
અહીં પ્રશ્ન થાય કે કાલીદેવી મહાવિદેહમાં ઉત્પન્ન થઈને સિદ્ધ થશે તે વખતે પૂર્વભવમાં કરાયેલા પાપને સ્મૃતિમાં લાવીને તેનું પ્રાયશ્ચિત્ત કરશે તેવું વચન નથી, તેથી કાલીદેવીને ભવાંતરમાં પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ છે તેવું કેવી રીતે નક્કી થાય ? તેમાં હેતુ કહે છે – “સર્વ પણ પ્રવ્રજ્યા ભવાતંરકૃત પાપકર્મનું પ્રાયશ્ચિત્ત છે."