________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૨
૧૩૭
જ્યાં સુધી દેવ-ગુરુ આદિનું વિશેષ સ્વરૂપ જાણતા ન હોય ત્યાં સુધી તેઓને માટે સર્વ દેવના નમસ્કાર કરવારૂપ અને સર્વ ગુરુઓની ભક્તિ કરવારૂપ અને સર્વ દર્શનમાં જે તપ-ત્યાગાદિનાં વચનો છે તે રૂપ ધર્મ પ્રત્યે રુચિ કરવારૂપ જે અનાભિગ્રહિકમિથ્યાત્વ છે તે તેઓને હિતકારી છે; કેમ કે યોગમાર્ગની પ્રથમ ભૂમિકાને ઉચિત આચારરૂપ પૂર્વસેવામાં તે પ્રકારની આચરણા જીવના હિતનું કારણ બને છે. કેમ હિતનું કારણ બને છે ? તે કહે છે -
તે ભૂમિકામાં સર્વ દેવોને નમસ્કાર કરવાથી આનુષંગિકરૂપે વીતરાગ પ્રત્યે પણ ભક્તિ થાય છે. અને તે ભૂમિકામાં સર્વ દેવો પ્રત્યે રુચિ ક૨વાથી મધ્યસ્થભાવ વૃદ્ધિ પામે છે. અને વિશેષનો બોધ નહીં હોવા છતાં સ્વ-સ્વ કુલાચાર પ્રમાણે પક્ષપાત કરવાથી મધ્યસ્થ ભાવ નાશ પામે છે. માટે વિશેષની અજ્ઞાન દશામાં તેવા જીવોને સર્વ દેવોની પૂજા કરવાથી લાભ થાય છે. તેની પુષ્ટિ કરવા અર્થે યોગબિંદુમાં કહેલ છે કે વિશેષની અજ્ઞાન દશાવાળા જીવોએ અવિશેષથી સર્વ દેવોની ઉપાસના કરવી જોઈએ અને કોઈ જીવને પોતપોતાને અભિમત એવા દેવ પ્રત્યે અધિક શ્રદ્ધા હોય તો તે દેવની વિશેષ પૂજા કરે તોપણ સામાન્યથી સર્વ દેવોની પૂજા ક૨વી જોઈએ; કેમ કે આદ્યભૂમિકાવાળા જીવો માટે સર્વ દેવો ઉપાસ્યરૂપે માન્ય છે. અને તે પ્રકારે સર્વ દેવોની ઉપાસના કરવાથી વિચાર્યા વગર સ્વ-સ્વ દર્શનના પક્ષપાતનો પરિણામ દૂર થાય છે. અને મધ્યસ્થતાપૂર્વક આ દેવ ગુણસંપન્ન છે માટે હું તેમની ભક્તિ કરીને ગુણની વૃદ્ધિ કરું તેવો આશય થવાથી તેઓ ઇન્દ્રિય અને કષાયના વિજયવાળા બને છે. જેથી નરકપાતાદિથી રક્ષણને પ્રાપ્ત કરે છે. માટે આદ્ય ભૂમિકાવાળા જીવોને ચારિસંજીવનીચા૨ન્યાયથી સર્વ દેવોને નમસ્કાર ક૨વા જોઈએ. ઉપદેશકોએ પણ તેવા જીવોને સમ્યગ્દષ્ટિ આદિ ઉચિત દેશનાના પરિહારપૂર્વક સર્વ દેવોને નમસ્કા૨ ક૨વાનો ઉપદેશ આપવો જોઈએ.
આનાથી એ પ્રાપ્ત થાય કે જે જીવોમાં સુદેવ-કુદેવના સ્વરૂપનો નિર્ણય કરવા માટે બુદ્ધિનો વિકાસ થયેલો છે અને યોગ્ય ઉપદેશક તેમની ભૂમિકાનુસાર સુદેવ-કુદેવના સ્વરૂપનો બોધ કરાવે તો તેઓ સમ્યક્ત્વાદિ ગુણોને પ્રાપ્ત કરે તેવા છે તે જીવોને સુદેવ-સુગુરુ-સુધર્મનું સ્વરૂપ ઉપદેશકે બતાવવું જોઈએ. પરંતુ જેઓ અત્યંત મુગ્ધ મતિવાળા છે તેઓ સુદેવાદિના ભેદને સમજી શકે તેવા નથી તેવા જીવોને ગુણ પ્રત્યે પક્ષપાત કરાવવા અર્થે અને મધ્યસ્થતાપૂર્વક ગુણને જાણવા માટે યત્ન કરે તેવા કરાવવા અર્થે સર્વ દેવોને નમસ્કા૨ ક૨વાનું જ યોગ્ય ઉપદેશક કહે છે જેથી સર્વ દેવોમાં વર્તતા સંસારથી અતીતભાવરૂપ ગુણોને ખ્યાલમાં રાખીને તેઓ પ્રત્યે આદરવાળા તે જીવો થાય છે.
સર્વ દેવો સાધના કરીને સંસારથી અતીત અવસ્થાને પામેલા છે. આથી જ તેઓ સંસારના કારણરૂપ હિંસાદિ પાપોના ત્યાગનો અને અહિંસાદિ ધર્મના સેવનનો ઉપદેશ આપે છે. અને સ્વયં તે ધર્મને સેવીને તેઓ મુક્ત થયા છે તેમ તે તે દર્શનવાળા માને છે. માટે તેઓની ઉપાસના કરીને હું પણ ઇન્દ્રિય અને કષાયોનો જય કરીને આત્મહિત સાધું તેવી બુદ્ધિ કરીને તે જીવો કલ્યાણને પ્રાપ્ત કરે છે. વળી આદિધાર્મિક જીવો સર્વ દેવ-ગુરુના પરિચયના બળથી જ્યારે અન્ય સર્વ દેવો કરતાં અરિહંતાદિના ગુણાધિક્યનું પરિજ્ઞાન કરે છે ત્યારે તેઓ સર્વ દેવોની ઉપાસના છોડીને અરિહંતની જ ઉપાસના કરે અને સુગુરુની જ ભક્તિ કરે