________________
૩૨૬
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૬
ભગવાનના શાસનને પામેલા ભગવાનના વચનથી વિપરીત રુચિવાળા જીવોમાં લોકોત્તર મિથ્યાત્વ છે. અન્યદર્શનના જીવોને ભગવાનનું શાસન નહીં મળેલું હોવાથી વિપરીત રુચિ છે, જ્યારે ભગવાનના શાસનને પામીને વિપરીત રુચિવાળા જીવોનું મિથ્યાત્વ તેના કરતાં બલવાન છે. એથી અન્યદર્શનમાં રહેલા બાલતપસ્વીને અને જૈનદર્શનમાં રહેલા સ્વચ્છંદવિહારી સાધુને સમાન કહી શકાય નહિ, પરંતુ અન્યદર્શનના મિથ્યાત્વી કરતાં જૈનદર્શનના મિથ્યાદૃષ્ટિ અધિક ખરાબ હોવાથી દેશારાધક કહી શકાય નહિ. એ પ્રકારની શંકામાં કહે છે –
ગાથા :
लोइअमिच्छत्ताओ लोउत्तरियं तयं महापावं ।
इअ णेगंतो जुत्तो जं परिणामा बहुविगप्पा ।।२६।। છાયા:
लौकिकमिथ्यात्वाल्लोकोत्तरिकं तन्महापापम् ।
इत्येकान्तो न युक्तो यत्परिणामा बहुविकल्पाः ।।२६।। અન્વયાર્થઃનોમછત્તાગો લૌકિક મિથ્યાત્વથી, નોકરિયં લોકોત્તર, તવં તે મિથ્યાત્વ, મહાપર્વ મહાપાપ છે, રૂમએ પ્રમાણે તો નુત્તો =એકાંત યુક્ત નથી. નં=જે કારણથી, પરિણામ=પરિણામો મિથ્યાત્વના પરિણામો, વાવિયાપા બહુ વિકલ્પવાળા છે. રકા. ગાથાર્થ :
લૌકિક મિથ્યાત્વથી લોકોતર તે મિથ્યાત્વ, મહાપાપ છે એ પ્રમાણે એકાંત યુક્ત નથી. જે કારણથી પરિણામો મિથ્યાત્વના પરિણામો, બહુ વિકલ્પવાળા છે. રા. ટીકા -
लोइअमिच्छत्ताओत्ति । लौकिकमिथ्यात्वाल्लोकोत्तरिकं तत्-मिथ्यात्वं, महापापं इत्येकान्तो न युक्तः, यत्परिणामा बहुविकल्पा-नानाभेदाः, संभवन्ति, तथा च यथा लौकिकं मिथ्यात्वं तीव्रमन्दादिभेदानानाविध तथा लोकोत्तरमपीति न विशेषः, प्रत्युत ग्रन्थिभेदानन्तरमल्पबन्धापेक्षया लोकोत्तरमेवाल्पपापमिति । तदुक्तं योगबिन्दुसूत्रवृत्त्योः -
મન્નપ્રન્ચેસ્કૃતીયં તુ સ રેરતો દિ ન ! पतितस्याप्यते बन्धो ग्रन्थिमुल्लङ्घ्य देशितः ।।२६६ ।।