________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૩૪
૩૬૯
પોતાનું ઇષ્ટ સાધતો હોય ત્યારે પોતાને અનિષ્ટ એવા પોતાના ધનના હરણની ક્રિયાની કોઈ અનુમોદના કરતું નથી. પ્રશંસા તો પોતાને ઇષ્ટ હોય કે પોતાને અનિષ્ટ હોય તેવી વસ્તુની પણ થાય છે. આથી જ પોતાને ઇષ્ટ એવા ધાર્મિકાનુષ્ઠાનની લોકો પ્રશંસા કરે છે અને આજ્ઞાબાહ્ય એવા અવિવેકવાળા અનુષ્ઠાનની પણ પ્રશંસા થાય છે.
? તેથી કહે છે
અહીં પ્રશ્ન થાય કે આજ્ઞાબાહ્ય અનુષ્ઠાનની પ્રશંસા લોકો કેમ કરે છે પોતાના કોઈક કાર્યાદિ નિમિત્તે સામેની વ્યક્તિમાં જેવા ગુણો ન હોય તેવા ગુણોની પણ લોકમાં પ્રશંસા થાય છે. તેથી ફલિત થાય છે કે અનુમોદના તો જે પોતાને ઇષ્ટ હોય તેની જ થાય, અનિષ્ટની ન થાય અને પ્રશંસા તો પોતાનેં ઇષ્ટ હોય તેની પણ થાય અને પોતાને ઇષ્ટ ન હોય તેની પણ પ્રશંસા પોતાના કોઈક કાર્યની સિદ્ધિ અર્થે થાય છે. માટે પ્રશંસાનો અને અનુમોદનાનો વિષયભેદ છે એ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. તેમાં આગમના વચનથી અસદ્ ગુણની પણ પ્રશંસા થાય છે તે બતાવે છે ચાર કારણોથી અસદ્ ગુણની પણ પ્રશંસા કરવી જોઈએ તેમ સ્થાનાંગમાં કહ્યું છે.
અહીં કોઈને પ્રશ્ન થાય કે અસદ્ ગુણની પ્રશંસા શાસ્ત્રમાં કેમ કહી છે ? પોતાના કથનની પુષ્ટિ અર્થે પૂર્વપક્ષી કહે છે કે ચાર કારણે અવિદ્યમાન ગુણની પ્રશંસા એ અતિચારરૂપ છે તોપણ પ્રયોજવિશેષથી કોઈકને ક્યારેક થાય છે. આ પ્રમાણે અનુમોદના-પ્રશંસાનો વિષયભેદ પૂર્વપક્ષીએ બતાવ્યો. તેને ગ્રંથકારશ્રી કહે છે કે તારા વડે બતાવાયેલો અનુમોદના અને પ્રશંસાનો વિષયભેદ શોભન નથી. તેમાં ગ્રંથકારશ્રી યુક્તિ આપે છે – સ્વારસિક પ્રશંસાનું અનિષ્ટનું અવિષયપણું છે; કેમ કે પુષ્ટાલંબનક અનિષ્ટ પ્રશંસા પણ ઇષ્ટ વિષયમાં પર્યવસાન પામે છે.
આશય એ છે કે અસદ્ ગુણોની પ્રશંસા અપવાદિક કારણથી કોઈ સાધુ ક્યારેક કરે તો તે પ્રશંસા સ્વસંયમની વૃદ્ધિ કે રક્ષણ અર્થે કરે છે. તેથી પાર્શ્વસ્થાદિના અસદ્ ગુણોની પ્રશંસામાં પણ સંયમનાશરૂપ કે અસંયમના પોષણરૂપ અનિષ્ટવિષયપણું નથી; કેમ કે ભગવાનના વચનાનુસાર પુષ્ટ આલંબન ગ્રહણ કરીને પાર્શ્વસ્થાદિમાં અવિદ્યમાન ગુણોની પ્રશંસા અનિષ્ટ વિષયની પ્રશંસા હોવા છતાં પોતાને ઇષ્ટ એવા સંયમરક્ષણાદિના વિષયમાં પર્યવસાન પામે છે.
અહીં પ્રશ્ન થાય કે પાર્શ્વસ્થાદિમાં સાધુના ગુણો નથી, તેથી તેમની પ્રશંસા ઇષ્ટ કઈ રીતે બને ? તે સ્પષ્ટ કરતાં કહે છે
-
જાતિથી કોઈ ઇષ્ટ કે અનિષ્ટ વસ્તુ નથી. પરંતુ પરિણામવિશેષને આશ્રયીને ભજનીય બને છે અર્થાત્ ઇષ્ટ કે અનિષ્ટ બને છે.
આશય એ છે કે ગુણમાં રહેલ ગુણત્વજાતિથી ગુણની પ્રશંસા ઇષ્ટ છે અને દોષમાં રહેલ દોષત્વજાતિથી દોષની પ્રશંસા અનિષ્ટ છે એવો નિયમ નથી; કેમ કે ગુણવાનના ગુણોની પ્રશંસાથી પણ તેને માનાદિ થતા હોય તો તેના અહિતના રક્ષણ અર્થે પ્રશંસા કરવી ઉચિત નથી, અને દોષવાન વ્યક્તિની પણ પ્રશંસા