________________
શિવવિપ્ર.
૮૯ નાશ કરનાર આ રેહણગિરિ પર્વત છે. એના મૂળમાં રને ભરેલાં છે. જેથી અહીં ખોદી મહાકાંતિમાન એવાં રત્ન કાઢી ગ્રહણ કરીને દારિદ્રયને અમે તિલાંજલી આપી અમારે ઘેર જશું.”
તેમની એવી વાણી સાંભળીને લેભથી ક્ષોભિત થયેલા ચિત્તવાળા તે બ્રાહ્મણે એ સુવર્ણ યવથી કોદાળ ખરીદ કરીને પોતે પણ ખોદવા માંડ્યું. અનુક્રમે ખોદવાવડે તેણે પણ ઘણાં મણિ પ્રાપ્ત કર્યા. પોતાને ભાગે આવેલાં રો લઈને તે દ્વિજ પણ ખુશી થઈને તેમની સાથે સાથે પોતાના વતન તરફ વળે. બીજા કેટલાક ખેદનારાઓ માર્ગના ભયથી ડરીને બ્રાહ્મણ સર્વમાન્ય છે એમ સમજી તેની સાથે અન્ય અન્ય એક બીજાને ન ઠગવાના ગંદ ખાતા ને રસ્તો કાપતા એ ભયંકર અટવી ઓળંગી ગયા. હવે રાત્રી પડવાથી એક વૃક્ષની નીચે સર્વે જણા પોતપોતાનાં રત્ન પિતાને ઓશીકે મૂકીને પિતાના ઘરની માફક સુતા. તે સમયે નજીક વૃક્ષ ઉપર રહેલો એક વાંદરો તરુ ઉપરથી નીચે ઉતરી એજ સોમિલબ્રિજની રત્નની પિટલી લાડુની પોટલી સમજીને ઉપાડી વૃક્ષ ઉપર ચઢી ગયે. જ્યારે વાંદરો તે પોટકી ઉપાડી વનમાં જ હતો ત્યારે સર્વે જણા જાગી ઉઠ્યાને તેની ખબર પડતાં બ્રાહ્મણ તો હાયપીટ કરવા લાગ્યો.
તે વાનરને પકડવાને સર્વે જણા દેડ્યા તે ખરા, પણ વાંદરે તે પટકું લઈને અદ્રશ્ય થઈ ગયે, અને ગરીબ બિચારે કર્મને બળી બ્રાહ્મણ તો હાથ ઘસતો જ રહી ગયે. પાણીના અતિ ઉંડાણમાં સરકી ગયેલું ખંધુ માછલું કદિ હાથમાં ન આવે તેમ પાછા વાનર ભાઈ સપાટામાં ન આવ્યા. સર્વે જનોએ રડતા બ્રાહ્મણને શિખામણ આપી સમજાવ્યા. હત્યા કરનારા મનુષ્યને જેમ હત્યા તેની પેઠે લાગેલી હોય તેમ જગતમાં પિતાને અભાગિયાઓમાં શિરેમણિસમાન ગણતા તે બ્રાહ્મણ દારિદ્રય લઈને પ્લાન મુખવાળે પિતાને ઘેર ગયે. હાથમાં આવેલું જતું રહેવાથી પ્રતિદિવસ તે યમથી હણાય હાય તેમ પશ્ચાત્તાપ કરતો રડતો હતો. તેના દુ:ખની ગામધણીને ખબર , પડવાથી તેણે તેની ઉપર કૃપા લાવીને ઉત્તમ શાલિ અને રોહિણી ૧૨