________________
પ્રકરણ ૫૪ મું.
શીયલનું માહાસ્ય ! “ઓહો! રાજા, મંત્રી અને તળારક્ષક એ ત્રણે સાથે ક્યાં ગયા હશે? શું થયું હશે? એમની ચિંતા સવેએ પ્રથમ કરવી જોઈએ. તેમની તપાસ કરવી જોઈએ.” એવી રીતે કુમારનું કથન સાંભળીને મહાજને કહ્યું. “હે ગુણવાન ! પ્રથમ તમારે સમુદ્રદત્તના ઘરની તપાસ કરાવવી જોઈએ, તમે હજી બાળસ્વભાવથી માણસની લુચ્ચાઈ જાણી શકતા નથી, માટે વગર વિલંબે એને ઘેર તમારા માણસે મેકલે.” | મહાજનની વાણી સાંભળીને કુમારે રાજપુરૂને સમુદ્રદત્તને ઘેર મોકલ્યા. તેઓ તેને ઘેર જઈ તપાસ કરીને કુમારને નિવેદન કરવા લાગ્યા. “ સ્વામિન્ ! સમુદ્રદત્તના ધનની આશા આપ છેડી દ્યો; સાધુ શાળા-ધર્મશાળાની માફક એનું ઘર ખાલીખમ પડેલું છે.”
રાજપુરૂષોની આ વાત સાંભળીને કુમાર આશ્ચર્ય પામે. “એ શું? સમુદ્રદત્ત તે કેટી દ્રવ્યને માલેક હતા. તમારા બોલવા ઉપર મને તે વિશ્વાસ આવતો નથી.” એમ કહેતો તે કુમાર રાજપુરૂષોની સાથે એને ઘરે ગયે. તે દારિદ્રય સમું એનું ઘર જોઈને શીલવતીને કુમાર કહેવા લાગ્ય–“ભદ્રે ! તારી એ સર્વે વિભૂતિ કયાં ગઈ? સત્ય હકીકત કહેજે કે જેથી પાછળથી તારે હેરાન થવું પડે નહિ.”
કુમાર! દ્રવ્યની આશાથી તે મારા પતિ પરદેશ સિધાવી ગયા હતા, અને ઘરમાં જે સારી વસ્તુ હતી તે પણ સાથે લઈ ગયા હતા. અમારા ઘરમાં આ એકમેટી મંજુષા છે, તેમાં જે કંઈ છે તે અમારું સર્વસ્વ છે. અત્યંત ભારે હોવાથી મારા પતિ અને સાથે લઈ ગયા નથી; પણ એની અંદર શું હશે તે અમે જાણતાં નથી.”