Book Title: Dhammil Kumar Charitra
Author(s): Jayshekharsuri, Manilal Nyalchand Shah
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 381
________________ નાગક્તા. ૩૫૯ હતી, તે વ્યર્થ આ ઉપરનો પ્રેમ બતાવીને તમે મને શા માટે ફસાવી ? શાસ્ત્રકારો વૃથા જ સ્ત્રીઓની નિંદા કરે છે; પણ તમારા સરખા અધમ પુરૂષેજ ખચીત એવી નિંદાને ચગ્ય છે. ઠીક છે, તો જાઓ, હવે એને જ ઘરે જઈને રહો ! હે દાંભિક! મારું તમારે હવે શું કામ છે?” એ પ્રમાણે બેલતી ને હદય ઉપર રહેલા હારને તોડતી, રેષથી હુંકાર કરતી ને અધર ડસતી, એ મનસ્વિની વિમળાએ પિતાના કોમળ ચરણની એક લાત ધમ્મિલની છાતીમાં લગાવી. જગતને ઉો કાયદો તે જુઓ! જગતના માનનીય પુરૂષે, તેજવંત, ગેરવવંત અને લેકમાં પૂજા સત્કારને પામેલા ઉત્તમ જને, સદાચારવંત એવા સજજન જનો તેમજ ભૂમિનો ભાર ઉપાડવામાં સમર્થ એવા જગત ઉપર હકુમત ચલાવનાર બળવંત પુરૂષે પણ પ્રિયાએથી પરાભવ પામે છે. એનાં તિરસ્કારભર્યા વચન સાંભળતાં છતાં એને રીઝવવા માટે અનેક પ્રકારે ખુશામત કરે છે, એને આધિન રહે છે. શું સમર્થ ગજરાજે નાનાસરખા અંકુશને આધિન નથી રહેતા ? ગાઢ અંધકાર નાની સરખી દીપકની તથી નાશ નથી પામતો ? અરે બળથી ઉદ્ધત એવા વૃષભે પણ રજજુથકી બંધાઈ જાય છે, લતાઓ તરૂને વીંટાતી ઠેઠ એના મસ્તક ઉપર પણ ચડી જાય છે, તેમ સ્ત્રી પણ લતાઓની પેઠે પતિને માથે ચઢી બેસે તો એમાં નવાઈ શું ? તે પુરૂષને વીંટાઈને એને પિતાને આધિન રાખે જ છે. - પ્રિયાના આવા અપમાનને સહન કરતો ને મીઠાશથી એની સાથે હસીને વાત કરતો ધમિલ ઘરમાંથી બહાર નીકળ્યો. યુવરાજને ત્યાં ગયો, અસ્વસ્થ ચિત્તે એની સાથે વાતચિતમાં ભાગ લીધે, ભેજન સમય થતાં રાજકુંવરની સાથે જપે પણ એનું ચિત્ત અત્યારે અપ્રસન્ન હતું, તનમાં તાપ હતું, અંતરમાં સંતાપ હતો, વિમળા ઉપર અતિ સ્નેહ છતાં આજે એને ઉકળાટ હતો, જેથી કયાંય પણ એને ઠીક પડ્યું નહિ; એટલે ચિત્ત સ્વસ્થ કરવા સારૂં તે વનમાં ચાલ્યા ગયે. મનને પ્રસન્ન કરવાને તે એકલો નગર બહાર ગયે. ઉદ્યાનમાં ફરતાં અને ઉપવનની શોભા

Loading...

Page Navigation
1 ... 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430