________________
૨૨૬
ધમ્મિલ કુમારસૂર્ય પૂર્વ દિશામાં ઉદય પામે છે ત્યારે પ્રકાશમય દિવસ મનાય છે, બાકી પશ્ચિમ દિશાએ જતાં તે રાત્રીને નામે જ તે ઓળખાય છે. આપે પણ બન્ને પ્રિયાઓને સાચવવી એજ નીતિ છે. વન વન ભટકતે ભમરો કેતકી અને માલતીમાં જ પ્રસન્ન રહે એજ વાસ્તવિક છે. જાઈ ચંબેલી આદિ નવીન ફુલની સુગંધ લેતે જાય, અને કેતકીને વિસારી દે એ શું ઠીક છે? પણ જ્યારે એ પ્રેમપરિપૂર્ણ કેતકીનું સ્મરણ થતાં ભ્રમર વિરહથી દહન થવા લાગ્યો, તેવારે હંસે પૂછયું-“કેમ ભાઈ ! આ શું કરો છો?”
તે વારે ભ્રમરે કહ્યું. “મર, ડમરે, જાઈ, જુઈ કંઈ રચતું નથી, પણ કેતકીમાં મારું મન મુંઝાઈ ગયું છે. તેના વિશે હું દહન થાઉં છું, કેમકે વેધકતાની ગતિ વેધકજ જાણુ શકે છે. અંધ વસ્તુનું સ્વરૂપ શું કહી શકે ? બહેરો ગાણું કેમ સાંભળી શકે?” - હંસ કહે-“ભાઈ! હું પણ તમારા જેવો વિયાગી-વેધકી છું, તેથી પૂછું છું કે તમારું શરીર સર્વે શ્યામ સ્વરૂપ છે અને પુંઠ કેમ પીળી છે?”
મને પ્રેમપીડાને ઘાવ લાગ્યો છે, જેથી શરીર શ્યામ થઈ ગયું છે. પણ પેઠે હલદી પડી છે, માટે પીળાશ જણાય છે.” ભ્રમરે કહ્યું.
એવી જ રીતે મનુષ્ય પણ ભ્રમરની ઉપમા સરખા છે. એ વાત હે રાજન ! હૈયામાં ધારી રાખજે. રણભૂરા ક્ષત્રીને કમલિનીમાં શું ઘાવ લાગ્યા કે બીજું બધું ભૂલી ગયા છે ? વનમાં ભમતા પોપટને દાડમમાં લલચાવી પાંજરામાં પૂર્યો. એજ ઘાટ આપને પણ છે અને સ્નેહઘેલી મેના રડતી રડતી રાહ જુવે છે કે સ્વામી કયારે આવે ? કયારે ભેટે? જ્યાં લગી આપ વાયુધર હતા ત્યાં લગી તે દ્રષ્ટિ મેળાપ થત, કદિ કદિ આંખ પણ નાચતી, શરીર પણ ચેષ્ટા કરતું હતું, એ બધું અત્યારે તે કરમાઈ ગયું. વિરહની વ્યથાથી પ્રેમની વેદિકા ઉપર પ્રાણની આહુતિ અર્પવાને તત્પર થઈ, પણ ઉત્તમ જનના વચનથી હું આશા બાંધીને ધીરજ ધરી રહી છું ને તમારા નામને જાપ કરૂં છું.