Book Title: Bhavna Shatak Author(s): Publisher: Jivanlal Chhaganlal Sanghvi View full book textPage 9
________________ મહાત્માઓને મરણ દગા આપી શકતું નથી. મહાત્મા સદા જાગ્રત, શૂરવીર અને ધીર હાય છે. તેઓ સદા મરણને હાથમાં લઈને જ કરે છે અને તેથી જ તેમનું મરણ પડિત મરણુ કહેવાય છે. મહાત્માઓના, સાધુઓના, સુશ્રાવકોના નિકટવાસી આ ભાઈ પણ એવી આત્મજાગૃતિમાં હોય એમાં કાંઈ નવાઈ જેવું નથી. મરણને એ વર્ષોંનો વાર હતી તેવામાં તેમણે પેાતાની સ્થિતિ અને ક્રૂરજ બતાવતા એક પત્ર શ્રી સધ ઉપર અને પેાતાની પાછળ કઈ રીતે ધમ કાય કરવાં, વ્યવહારમાં કેમ વર્તવું વગેરે કર્ત્તનિર્દેશ કરતા બીજો પુત્ર કુટુંબ ઉપર એમ એ પત્રા લખી રાખ્યા હતા. આ અન્ને પત્રામાં તેમણે જે જીવનસન્દેશ લખી રાખ્યા હતા તે જીવનસદેશ પાછળ તેમની ધર્મશ્રદ્ધા, ઉચ્ચ ભાવના અને મૃત્યુ ઉપર વિજય મેળવવાની તમન્ના કેટલી બધી હતી તે તેમના હાથે લખેલાં નીચેના એ પત્રા વાંચવાથી જાણી શકાશે: સંદેશ ન. ૧ “ મારી માંદગી દરમ્યાન જો પથારીવશ થવાનેા વખત આવે તા મારા માટે દવા બિલકુલ કરવાની નથી. હું શુદ્ધિમાં રહુ તા દવા માટે મને જરા પણ દબાણ કરવું નહિ. બેશુદ્ધિના લાભ લઈ દવા પાવી નહિ તેમજ ઇંજેકશન ખીલકુલ આપવાં નહિ. - “ વધારે પડતી અગડતી સ્થિતિએ ખાવા પીવા માટે જરા પણ ખેંચ કરશે નહિ. તેમજ તેજ સ્થિતિમાં ગળું સુકાય છે તેમ જાણી પાણી આપવું, કાંજી આપવી; પણ તેમાં ઉતાવળ કરવી નહિ. કારણ કે તેમ કરવાથી દરદીને સાતા વળશે તેમ તમારા સારવાર કરનારના મનમાં થાય તે બરાબર છે પણ તે વખતે દરદીને પેાતાની સ્થિતિ કેવી હોય છે તે પોતે દરદી જ જાણી શકે છે. તમે જે ચીજ અમૃત ગણીને આપે! તે જ ચીજ દરદીને અમુક સમયે એલું કામ કરે છે બને ત્યાં સુધી લેવલ ચેડાPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 428