Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
એમ કહીને આત્માને કર્મનો કર્તા અને ભોકતા પ્રદર્શિત કર્યો છે, તે વ્યવહારદશાના આધારે નિશ્ચયના આધારે જયાં સુધી જીવ મુકત ન થાય, ત્યાં સુધી તે ક્રમિક જીવનકાળમાં કર્મનો કર્તા અને ભોકતા બની રહે છે. કર્તુત્વ અને ભોકતૃત્વ એ સ્વરૂપની દૃષ્ટિએ મિથ્યા છે પરંતુ જ્યાં સુધી મુકતદશા થઈ નથી, ત્યાં સુધી તે વચગાળાની એક અવસ્થા છે. કર્મ કરવા અને ભોગવવા તે જીવનો એક જીવનક્રમ બની રહે છે. તે કોઈ એક જન્મનો સિદ્ધાંત નથી પણ જન્મ જન્માંતરનો સિદ્ધાંત છે. અર્થાત્ જીવ જન્મ મરણથી મુકત ન થાય ત્યાં સુધી કર્મનો કર્તા અને ભોકતા પણ બને છે. બંને પ્રકારના શુભાશુભ કર્મના પરિણામે તે સુખી દુ:ખી થઈ સંસારલીલાનું નાટક કરે છે. તેનું કતૃત્વ અને ભોકતૃત્વ બંને અસ્તિત્વ ધરાવે છે.
અહીં શાસ્ત્રકારે સંસારી જીવને નજરમાં રાખીને આત્મા કર્મનો કર્તા છે અને ભોકતા છે તેમ કહ્યું છે.
આ ગાથામાં છ બોલની સ્થાપના કરવામાં આવી છે. તેમાં આ બે બોલનું મુખ્ય પ્રયોજન એ છે કે સાધારણ નાસ્તિક માણસ પાપ કર્મનો વિચાર કરતો નથી અને કરેલા કર્મો ભોગવવા પડશે, તેવી તેને શ્રદ્ધા પણ હોતી નથી. આવો શ્રદ્ધાહીન મનુષ્ય કર્મ કરવામાં પાછુ વાળી જોતો નથી. અહીં શાસ્ત્રકાર સ્પષ્ટ કરવા માંગે છે કે જીવે કરેલા કર્મો ભોગવવા પડે છે, માણસો જે દુઃખ ભોગવે છે અથવા સુખ દુઃખના અધિકારી બને છે, તે તેના કરેલા સારા-નરસાં કર્મોનું જ પરિણામ છે. જીવ જે કર્મનો ભોગ બનતો હોય તો તે કર્મ પણ તેણે પોતે જ કર્યા હોય તે સહજ સાબિત થાય છે. તેથી ભોકતૃત્વ અને કર્તૃત્વ, બંને કર્મના બે પાસા છે અને તે એક સાથે જોડાયેલા છે. ગુનો કોઈ કરે અને સજા કોઈને મળે, તેવું સાચા ન્યાયતંત્રમાં બનતું નથી. આ તો વિશ્વનું ન્યાયતંત્ર છે. એટલે કર્મનો કર્તા પણ પોતે જ છે અને ભોકતા પણ પોતે જ છે.
આ સિવાય કેટલાક મતોમાં જીવની પરાધીન અવસ્થા બતાવી જીવ પોતે કર્મનો કર્તા નથી પરંતુ કોઈ ઈશ્વરીયશકિત કે દેવશકિત તેની પાસે કર્મ કરાવે છે અને કર્મના ફળ પણ તે જ આપે છે. આ માન્યતાથી જીવ પાપ કર્મની જવાબદારીથી છૂટી જાય છે. આ માન્યતાનો પરિહાર કરવા શાસ્ત્રકારે સ્પષ્ટ કહ્યું છે કે કર્તા નિજ કર્મ' છે ભોકતા” આમ ઉદ્ઘોષ કરીને જીવ પોતે પોતાના કર્મફળનો જવાબદાર છે તેની સાબિતી આપે છે અને નાસ્તિકવાદ કે અંધ આસ્તિકવાદ, આ બંને માન્યતાનો પરિહાર કરી સ્પષ્ટ રૂપે જીવને કર્મનો કર્તા અને ભોકતા કહે છે. જો કે આ કર્તૃત્વ અને ભોકતૃત્વ જીવની શાશ્વત અવસ્થા નથી. આ બંને અવસ્થાનો પરિહાર કરવાથી મુકતદશા પ્રાપ્ત થાય છે. તે સ્વયં શાસ્ત્રકાર “વળી' કહીને આગળ ઉલ્બોધન કરે છે. જેને આપણે પાછળથી વિવેચન કરીશું.
આ ગાથાના ચાર પદ (૧) આત્માનું અસ્તિત્વ (૨) આત્માની નિત્યતા (૩) આત્માનું કતૃત્વ (૪) ભોકતૃત્વ
આ ચાર અવસ્થામાં પ્રથમની બે અવસ્થા શાશ્વત છે. જયારે આ ત્રીજી અને ચોથી અવસ્થા અશાશ્વત છે, તે વચગાળાની અવસ્થા છે. આત્માની પોતાની સંપત્તિ નથી પરંતુ કર્મપ્રભાવી
= (૧૧) –
SSSSSSSSSSS