Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
તે જ યોગનો સ્વભાવ છે અથવા તેવું તેનું નિર્માણ છે. જેમ ભમરડો જમીન ઉપર ફેંકવામાં આવે, ત્યારે તે ફરતો રહે છે, ગતિશીલ રહે છે. તે જ રીતે યોગનો જન્મ થતાં જ તે ગતિધારણ કરે છે. આમ યોગનું સ્પંદન તે ચેતનની મૌલિક ક્રિયા છે અર્થાત્ ચેતન યોગાત્મક ક્રિયા કરે છે. જો મનોયોગ હોય, તો ઈચ્છાની હાજરી હોઈ શકે છે પરંતુ ચેતનની આ સૂક્ષ્મ ક્રિયા ઈચ્છાપૂર્વક થતી નથી.
* ચેતનની સૂક્ષ્મ ક્રિયાના દ્વિવિધ ભાવો છે. કષાયાત્મક અને વિષયાત્મક. કષાયાત્મક પરિણામો તે મોહરૂપ છે અને વિષયાત્મક ભાવો, તે ભોગરૂપ છે. આમ તો કષાય અને વિષય બંને મોહની જ બે બાજુ છે. સમજવા માટે બે ભાવ બતાવ્યા છે. ચેતનની આ ક્રિયા તેના વીર્ય સાથે કે શક્તિ સાથે સંબંધ ધરાવે છે, તેથી ચેતનની ક્રિયા એક સમાન નથી અને એક કક્ષાની પણ નથી. તેમાં પદ્ગણ હાનિવૃદ્ધિનો ક્રમ સમાયેલો છે. એક ગુણથી લઈ અસંખ્ય કે અનંત ગુણાત્મક વૃદ્ધિ થયા પછી પુનઃ હાનિ પણ થતી રહે છે. ચેતનની આ ક્રિયાની ઉત્પત્તિમાં એકલું ચેતન કાર્યશીલ બની શકતું નથી. ત્યાં વૈતભાવ છે, જેનું આપણે વિવરણ કર્યું. ચેતનની આ ક્રિયા લક્ષહીન હોય છે પરંતુ જૈનશાસ્ત્ર કહે છે કે તેમાં સૂક્ષ્મ ઓઘસંજ્ઞા સમાયેલી છે અને જીવની આ સંજ્ઞા છે, તે ચેતનની મૂળભૂત સંજ્ઞા છે. સંજ્ઞા એ સંસ્કારનું સૂક્ષ્મ બીજે છે. જેમ વડલાના ઝીણા બીજો રજકણ રૂપ છે પણ તેમાં આખો વડલો સમાયેલો છે. ચેતનની આ સૂમ ક્રિયા જ્યારે સ્કૂલરૂપ ધારણ કરે છે, ત્યારે વિરાટરૂપે કર્મ કરે છે અને કર્મનું બંધન પણ કરે છે. ચેતનની આ ક્રિયા ખૂબ જ સમજવા યોગ્ય છે, તેથી જ આપણા શાસ્ત્રકાર કહે છે કે ચેતનમાં આવી કશી ક્રિયા ન હોય તો આ કર્મજાળ ઊભી થઈ શકે નહીં. વિશાળરૂપે ફેલાયેલી લતા એક નાનકડા બીજનું પ્રગટરૂપ છે, તેથી ચેતનની ક્રિયાથી કર્મરૂપી લતાઓ પાંગરે છે. ધર્મશાસ્ત્રનું આ વિધાન સર્વસામાન્ય છે. જેનો શાસ્ત્રકારે અહીં ઉલ્લેખ કર્યો છે. '
“તેથી સહજ સ્વભાવ નહી હવે જો કોઈ પ્રશ્ન કરે કે ચેતનની ક્રિયા માનવાની જરૂર નથી. પરંતુ સહજ ભાવે કર્મ થતાં રહે છે, તો આ વાત તર્કસંગત નથી. તેમ કહીને સિદ્ધિકાર તેનો પ્રતિકાર કરે છે. કારણ વગર કાર્ય થઈ ન શકે. કર્મનો કોઈ એવો સ્વભાવ નથી કે કારણ વગર તે ટકી શકે. વિના પેટ્રોલે ગાડી ચાલતી નથી. બળતણ નાંખ્યા વિના આગ સળગતી નથી. હવાના ઝપાટા વિના પાંદડા હલતાં નથી. દરેક પદાર્થનો સહજ નિશ્ચિત સ્વભાવ હોય છે. તે જ્યારે ક્રિયાત્મક બને છે, ત્યારે કર્મરૂપે પરિણત થાય છે અને કર્મ છે, તો તેના આધારભૂત કારણ પણ અવશ્ય હોય છે. દૂધનો સહજ સ્વભાવ મધુરતા છે પરંતુ દૂધમાંથી પોતાની મેળે ખીર બનતી નથી. અહીં એક સૂક્ષ્મ વિજ્ઞાનષ્ટિ છે, જે લક્ષમાં રાખવાની છે.
ગુણાત્મક ભાવ અને ક્રિયાત્મક ભાવ : ગુણાત્મક ભાવ સહજ સ્વભાવ હોઈ શકે પરંતુ ક્રિયાત્મક ભાવમાં અને ખાસ કરીને કર્મરૂપ ક્રિયામાં સહજ સ્વભાવ સંભવ નથી. તેમાં ચેતનની ક્રિયાશીલતા કારણભૂત છે.
સહજ સ્વભાવ માનવામાં બીજો દોષ આ પ્રમાણે આવે છે. કર્મ થવામાં સહજ સ્વભાવ હોય,
LLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLL(૨૪૯) LLLLLLLLLLLLLLLLLLLLS