Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
પદ ત્રીજું “છે કત નિજકર્મ
ગાથા-૯૧ થી ૦૮
ગાથા - ૦૧
ઉપોદ્દાત : દાર્શનિક કે નાસ્તિક જગતમાં આ એક મોટો ધ્રુવ સવાલ છે કે આ વિશ્વનો કર્તા કોણ ? આ દેહનો નિર્માતા કોણ? આ કર્મ કરાવનાર કોણ? અથવા કર્તા છે કે નહીં? શું બધું પોતાની મેળે જ ચાલે છે ? કર્તાના વિષયમાં આવા ઘણા પ્રશ્નો ચર્ચાસ્પદ બન્યા છે. કેટલાક દર્શનોએ કર્તાનો છેદ પણ ઉડાડયો છે. જયારે આસ્તિક દર્શનોએ કર્તા તરીકે ઈશ્વરની સ્થાપના કરી છે અને ઇશ્વર પ્રત્યેક દેહમાં જીવ રૂપે પણ બિરાજે છે. આ રીતે પણ ઓછોમાં ઓછું જીવ પોતાના કર્મનો કર્તા બને છે. આમ કત્વનો પ્રશ્ન પૂળ કે સૂક્ષ્મ દૃષ્ટિએ ઘણો જ ચિંતનીય બન્યો છે. ૪૩ મી ગાથામાં શાસ્ત્રકારે છ બોલ સ્થાપિત કર્યા હતા અને તેમાં જણાવ્યું હતું કે છે કર્તા નિજ કર્મ અર્થાત્ આત્મા છે, તે નિત્ય છે અને તે પોતાના કર્મનો કર્તા પણ છે. આ સિદ્ધાંતની વિરૂદ્ધમાં શંકાકાર આત્માનું અકતૃત્વ સ્થાપિત કરીને આ સિદ્ધાંતનો છેદ ઉડાડવા માંગે છે અને જો કર્તા હોય, તો કોને માનવા? પ્રસ્તુત ગાથામાં તદ્ વિષયક ચાર વિકલ્પો ઊભા કર્યા છે. આ ચારેય વિકલ્પો સામાન્ય વિકલ્પ નથી પરંતુ કેટલીક અન્ય દર્શનોની કે અધ્યાત્મદર્શનની વિચારધારાને ગ્રહણ કરીને પ્રગટ કર્યા છે. આટલો ઉપોદ્દાત કરીને સિદ્ધિકારે શંકાકારની શંકાનું જે આકલન કર્યું છે, તેના ઉપર વિચાર કરીએ.
કતાં જીવ ન કર્મનો, કર્મ જ કતાં કર્મ |
અથવા સહજ સ્વભાવ કાં, કર્મ જીવનો ધર્મ II ૦૧ | કર્તા જીવ ન કર્મનો પ્રથમ ચરણમાં જ શંકાકાર કહે છે. કર્તા જીવ ન કર્મનો... અર્થાત જીવ છે, તે નિત્ય છે તો પણ તે કર્મનો કર્તા હોય તેવું સાબિત થતું નથી. જો કે અકર્તા કહેવામાં શંકાકારનું કોઈ ખાસ મંતવ્ય નથી પરંતુ કર્મની શૃંખલાથી જો જીવ અલગ થાય, તો પાપ-પુણ્યની આખી લીલા સ્વીકારી શકાય નહીં. તેમજ જીવ અકર્તા હોવાથી કોઈપણ પ્રકારના પાપકર્મનો પણ જવાબદાર બની રહે નહીં. અકર્તા કહેવાથી નાસ્તિકવાદનો ભાવ પ્રગટ થાય છે. અન્યથા જીવ કર્તા હોય કે અકર્તા હોય, શંકાકારના પક્ષનો બીજો કોઈ સાર્થક ભાવ ફલિત થતો નથી. શંકાકાર કઈ વાતને લક્ષમાં રાખીને જીવને અકર્તા સ્થાપિત કરે છે, તે જાણવું જરૂરી છે. શંકાકારનો ઉદ્ઘ જો સ્પષ્ટ થાય, તો જ આ શંકાનું મહત્ત્વ સમજી શકાય, તેથી આપણે જીવને અકર્તા કહેવાની પાછળ શંકાકારનું શું લક્ષ છે, તે ઉપર થોડું ધ્યાન આપીએ.
ભારતવર્ષમાં જેટલા આસ્તિક દર્શનો છે તથા ધર્મના સિદ્ધાંતને માનનારી પ્રજા છે, તે પ્રધાનપણે પાપ અને પુણ્ય એવા બે પ્રકારના કર્મ માને છે. પાપકર્મ તે આ લોક કે પરલોકમાં
NSSSSS(૨૨૧)