Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
સ્વીકાર ન કરવાથી પણ બધી વ્યવસ્થા ચાલતી રહે છે.
વિશ્વના અને ભારતના ઘણા નાસ્તિક દર્શનોએ ખુલ્લે આમ આત્માનો અસ્વીકાર કર્યો છે. અને શરીરને મૂળભૂત કારણ માની શરીરનો ક્ષય થતાં પાછળ કંઈ બચતું નથી, તેમ તેમાંથી કોઈ જીવ નીકળી જતો નથી પરંતુ યંત્ર વિખાઈ જતાં કામ અટકી પડે છે. જેમ ઘડો ફૂટી જાય તો ઘડા દ્વારા નિષ્પન્ન થતાં કાર્યકલાપ અટકી જાય છે પરંતુ ઘડામાંથી કોઈ આત્મા નીકળી ગયો છે તેમ માનવાની કોઈ જરૂર નથી. નાસ્તિકો સિવાય કેટલાક વિશ્વવિખ્યાત ધર્મ અને અવતારી પુરુષોએ પણ આત્માનો અસ્વીકાર કર્યો છે. બુદ્ધદર્શનનો અનાત્મવાદ પ્રસિદ્ધ છે. તે ફક્ત વાસનાને જ માને છે અને વાસનાનો ક્ષય થતાં બધુ શૂન્ય થઈ જાય છે. આત્મા જેવું નિત્ય તત્ત્વ બચતું નથી. આ રીતે અનાત્મવાદની આ ચોથી શંકા વિશ્વ પ્રસિદ્ધ છે.
આપણી પાસે કોઈ એનો તર્ક નથી. તેમજ મન અને ઈન્દ્રિયોની આત્મા સુધી ગતિ નથી. તેથી પ્રત્યક્ષ રૂપે આત્માનું અસ્તિત્વ માનવા માટે કોઈ પણ સ્કૂલ સાધન નથી. જેનદર્શનમાં પણ પરદેશી રાજાની કથા તેણે માનેલા આત્માના અસ્વીકારથી જ શરૂ થાય છે. પરદેશી રાજા પણ એવા સ્થૂલ તર્ક આપે છે કે સાધારણ રીતે આત્મા જેવી વસ્તુનો સ્વીકાર કરી ન શકાય. આત્માના અસ્તિત્વ માટે તો સ્વયં સિદ્ધિકાર સ્પષ્ટીકરણ આપવાના છે. એટલે આપણે આ વિપક્ષને જ વધારે સ્પષ્ટ કરી રહ્યા છીએ. જેમ કર્મ ફળ આપે છે અને કર્મવાદની કલ્પના કરવામાં આવી છે. કર્મનો અધિષ્ઠાન આત્મા છે, તેમ માનીને એક અદ્ગશ્ય શકિતનો સ્વીકાર કર્યો છે. જ્યારે અનાત્મવાદની શ્રેણીમાં કર્મવાદ પણ આવશ્યક નથી. જે કામ કર્મ કરે છે તે બધુ કામ દેહને પણ સોંપી શકાય તેમ છે. કાશ્મણ શરીરની નિરાલી કલ્પના કરીને બુદ્ધિનો એક બોજો વધારવામાં આવ્યો છે. જે કામ કાર્મણ શરીર કરે છે તે જ કામ પૂલ શરીર કેમ ન કરી શકે ? સિદ્ધિકારે આ ચોથી શંકાનો આ રીતે ઉલ્લેખ કર્યો છે કે “અથવા દેહ જ આત્મા’ ત્યાં ઉમેરી શકાય એમ છે કે અથવા “દેહ જ કર્મ' આ રીતે આત્મા અને કર્મનું બધુ કામ દેહ સંભાળી શકે તેમ છે. જ્ઞાન કોઈ આત્માનો સ્વભાવ નથી. જ્ઞાન પણ દેહ સાથે જડાયેલો એક વિકાર છે. જયારે દેહ આથમી જાય છે, ત્યારે જ્ઞાન પણ આથમી જાય છે. આ રીતે ચોથી શંકાને પ્રબળભાવે મૂકવામાં આવી છે.
(૫) અથવા ઈન્દ્રિય પ્રાણ : આગળ વધીને શંકાકાર તેમ પૂછવા માંગે છે કે તમે કદાચ એમ માનો કે દેહને જ્ઞાન નથી. દેહ સ્વયં સુખદુઃખનો સમજનાર નથી પરંતુ સમજનાર આત્મા છે. તો ત્યાં શંકાકાર કહે છે કે અરે ! દેહ સમજે કે ન સમજે પાંચ જ્ઞાનેન્દ્રિયો બધુ સમજે છે અને આ પાંચ ઈન્દ્રિયોને જીવતી રાખનાર પ્રાણ છે. દેહને કદાચ પડતો મૂકો અને દેહને ન માનો તો પણ પ્રાણ અને ઈન્દ્રિયો આત્મારૂપે કામ કરી શકે છે, તો પ્રાણ અને ઈન્દ્રિયોનો સ્વીકાર કરો ને ! પણ તેનાથી આગળ વધવાની જરૂર નથી. પ્રાણ સ્વયં સૂક્ષ્મ તત્ત્વ છે, પ્રાણની સાથે બીજા અપાન, ઉદાન, વ્યાન, ઈત્યાદિ, સમાન વાયુઓ જોડાયેલા છે અને પ્રાણના સંચાલનથી આ બધા વાયુઓ સમસ્ત શરીરનું સંચાલન કરે છે, તે ઈન્દ્રિયોને પણ જાગૃત રાખે છે. ઈન્દ્રિયો સ્વયં જ્ઞાનાત્મક છે. આ રીતે પ્રાણ અને ઈન્દ્રિયોને સ્થાન આપવાથી આત્મા જેવા અગમ્ય તત્ત્વની જરૂર નથી. અર્થાત આત્મા છે નહીં. જેને આત્મા કહો છો, તે પ્રાણ અને ઈન્દ્રિયો છે. આ પાંચમી
LLLLLLLLLLLLS (૩૫) SSSSSS