Book Title: Anuttaropapatik Sutram
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 7
________________ Pattern બીબાં નકકી કરવામાં આવ્યાં, અને ભદ્રા નામધારી માતા માટે બધાં અધ્યયને એક સામટાં મૂકી દેવામાં આવ્યાં, ધારિણીદેવી માતાનાં સંતાને માટે બધાં અધ્યયને એક સામટાં ગોઠવી દેવામાં આવ્યાં, અને ધના આદિ એક અણગારના જીવનને પહેલા સૂત્રમાં કેન્દ્રિત કરી બીજા ચરિતે તે પ્રમાણે સમજી લેવાં, એમ કહી આખા સૂત્રને સંક્ષેપમાં નિચોડ મૂકવામાં આવ્યું. નવા સૂત્રનું સંસ્કરણ, આ ન્યાયે, સહેતુક, સંયુતિક હતું, એ નિર્વિવાદ છે. સૂત્રના ત્રણ વર્ગોમાં ત્રીજા વર્ગનુ ધના અણગારનું પ્રથમ અધ્યયન સમસ્ત સૂત્રના કેન્દ્રરૂપે આવી જાય છે. એ ધર્મકથા અદ્ભુત છે, તેનું વર્ણન અદ્ભુત છે, એટલું જ કરૂણ છે. એ વર્ણન કરૂણ રસથી ઊછળે છે. તપશ્ચર્યાના વર્ણનના સાહિત્યમાં ભાગ્યે જ તેવું વર્ણન આપણને મળી શકશે. ધન્ના અણુગારની કૃશ થઈ ગએલી દેહયષ્ટિનાં તમામ અંગે અહીં બહુ સૂફમ રીતે વર્ણવામાં આવ્યાં છે. તેમની ઉપમાઓ અનન્ય છે, તેવી જ ઘરગથ્થુ છે. સાહિત્યસૃષ્ટિમાં આ વર્ણન ઉચ્ચ સ્થાન લેશે, જેને સમુદાયની તપશ્ચર્યા–ભાવના કેવી હતી તે આ વર્ણનથી સ્પષ્ટ થાય છે, સમ્યજ્ઞાનમૂલક અને સમ્યગદર્શનમૂલક તપ તેત્રીસ અંતેવાસીઓને એકાવતારી પદ મેળવી આપવામાં મદદરૂપ થાય છે. ધન્ના અણગારની દેહદષ્ટિના અંગેના વર્ણનમાં જે પારિભાષિકેનો ઉપગ કરવામાં આવ્યો છે તે પારિભાષિકે, ઘણાખરા ગુજરાત-માળવા–રાજસ્થાનના ભાષાકીય પ્રયોગો છે. તે પ્રયોગમાં બંગીય કે મગધ દેશીય છાયા ઓછી જોવામાં આવે છે. આ બતાવી આપે છે કે વર્તમાન સૂત્ર સંસ્કરણદશાને પામ્યું ત્યારે તે વિધિ બધા પશ્ચિમ ભારતની ભૂમિ ઉપર થયેલ, અને તે પશ્ચિમ ભારતના અભ્યાસીઓને હાથે થએલ. એમણે મહાવીરની મૂળ પ્રજ્ઞપ્તિના વિવાદને બરાબર સાચવી રાખ્યો, પણ તેના વર્ણનાત્મક વિભાગને સ્વકીય–સ્વભૂમિકરૂપ આપ્યું. આ તમામ વિભાગ ભાષાસાહિત્યની દષ્ટિએ, અતિ ઉપયોગી છે. આ વિષય ઉપર અભ્યાસીઓનુ લક્ષ જાય એવી અભિલાષા સેવી શકાય. L. D. Barnett એલ. ડી. બાને આ સૂત્રનું ભાષાંતર કરેલું છે. Weber [ Indian Antiquary, Volume, 20, pages, 21–23] વેબરે ઇન્ડિઅન એટિફરિમા તેને ઉલ્લેખ કરેલો છે. એ ઉલ્લેખનું અંગ્રેજી ભાષાંતર [ Herbert W smyth ] એચ. ડબલ્યુ. સ્મિથે આપેલું છે. મારી દષ્ટિએ એ ચર્ચા અધૂરી છે.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 228