Book Title: Anuttaropapatik Sutram Author(s): Ghasilal Maharaj Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti View full book textPage 5
________________ ઉપદ્યાત અનુત્તર ઉપપાતિકસૂત્ર જૈન આગમનું નવમું સૂત્ર છે. બીજા સૂત્રોમાં તેને ઉલ્લેખ છે તે ઉપરથી એવું ફલિત થઈ શકે પુરાણું અનુત્તર ઉપપાતિક સૂત્ર વધારે વિસ્તારવાળું હશે, જેનું સંસ્કરણ વર્તમાન સૂત્ર છે. એ સંસ્કરણમાં જે દષ્ટિ રહેલી છે તે હમણાં જ સ્પષ્ટ થઈ જશે. શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ પિતાના જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઈતિહાસમાં તે એટલે સુધી કહે છે કે પ્રથમ આ સૂત્રમાં દસ અધ્યયને હશે. જૈન આગમનાં કઈ કઈ સૂત્ર, જેમકે દશવૈકાલિક, કેવળ પદ્યાત્મક છે, જ્યારે કેટલાંક સૂત્રે, જેમકે આચારાંગ, ગદ્ય-પદ્યાત્મક છે, ગદ્યને ભાગ તેમાં બહુલ છે, પદ્યનો ભાગ ઘણો ઓછો છે, જ્યારે આ અનુત્તર ઉપપાતિક સૂત્ર, વિપાક સૂત્ર તથા અંતકૃત સૂત્રની માફક કેવળ ગદ્યાત્મક છે. એ ત્રણેય સૂત્રો અતિ ટૂંક સૂત્રે છે, અને તેમના પાઠે પણ અતિ ટૂંકા અને સરળ છે, જે કારણે અભયદેવ સૂરીની એ ત્રણેયની સંસ્કૃત ટીકાઓ વિસ્તૃત નહિ, પણ માત્ર ગહન શબ્દના અને ગહન રચનાનાં સ્પષ્ટીકરણરૂપે છે. પૂજ્યપાદ ઘાસીલાલજીની ટીકાઓ, ત્રણેય માટે, વિસ્તૃત રૂપમાં અને સ્પષ્ટપણે, આપવામાં આવી છે તે માટે વાચક તેમને અવશ્ય ધન્યવાદ આપશે, વિશેષત, અનુવાદમાં શ્રીમદ્ મહાવીર પ્રભુની દેશનાનો તેમને વિસ્તાર અતિ આહલાદક અને ગંભીર છે. આ ત્રણેય સૂત્રે, ધર્મકથાનાં સ્ફોટક સૂત્ર છે. તેમાં નરી ધર્મકથાઓ છે. ભગવતી આદિ સૂત્રમાં તે ફિલસુફી મળે છે, પણ અહીં એકદમ ધર્મકથાનુગને આશ્રય લેવામાં આવ્યો છે. અનુત્તર સૂત્રમાં જે મહાત્માઓનાં ચરિતા આપવામાં આવ્યાં છે તે મહાત્માએને મહાવીરના અંતેવાસીઓ કહેવામાં આવ્યા છે, એટલે કે તેઓ મહાવીર પાસે રહેતા હતા, તેમની પાસે તેમણે દષ્ટિવાદ વગેરેને અભ્યાસ કર્યો હતે, અને તેમની દેશનાથી તેઓ તીવ્ર તપ કરવા પ્રેરિત થયા હતા. મહાવીરે ગૌતમસ્વામીના પ્રશ્નના ઉત્તરમાં તેમને એકાવતારી જી તરીકે વર્ણવ્યા છે. બધા વૃત્તાંતે મહાવીરના જીવન દરમિયાન અને તેમની હાજરીમાં બન્યા હતા. તે વૃત્તાંતેની પ્રજ્ઞપ્તિ પણ તેમણે જ કરી હતી, એ હેતુથી કે એ ચરિતે ચતુર્વિધ સંઘને દષ્ટાંતરૂપ થઈ શકે. આ સૂત્ર પ્રજ્ઞપ્તિ મહાવીરે સ્થાપિત કરેલા ચતુર્વિધ સંઘના વ્યવહારમાં અંતર્ગત થઈ જાય છે.Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 228