Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
૧૧૪
પ્રવચન ૧૪૪મું
સંગ નિયમિત માનતા હે તે બહારના સંગ પર લક્ષ્ય રાખવાની જરૂર નથી. આત્માની શુદ્ધિ વિરૂદ્ધ સંગ હોય તો પણ કેવળ હે ઈ શકે છે. કૂર્મપુત્રની વાત તે હદ બહારની છે. કેવળ પામ્યા પછી છ મહિના ઘેર રહ્યા. બાહય સંગ ઉપર આત્માના ગુણને આધાર નથી, તે સુદેવના લક્ષણ તરીકે “પ્રશમરસ નિમગ્ન” માની શકાય નહિં. આ દેવની સ્થિતિ ક્યારે માની શકે કે બાહય સંજોગ નિયમિત માનતા હતા. પૃથ્વીચંદ્ર ગુણસાગરના ને કમપુત્ર તથા ભરતાદિકના વૃત્તાંતથી કહી શકે છે કે આત્માની પરિણતિને બહારના સંગ નડતા નથી. આથી દેવના લક્ષણ માનવાનું કારણ રહેતું નથી. બીજા દેવને હલકા પાડવા આ લક્ષણ કર્યું છે. જેના ખોળામાં સ્ત્રી, તે કુદેવ. હથીયાર વાળાને કુદેવ. ફક્ત બીજાને કુદેવ ઠરાવવા માટે આ ગોઠવી દીધું, આવું દારા કે કહે. આપણે માનીએ છીએ તેમ નહિં. તે માટે સમજવાની જરૂર છે. જે ગૃહિલિંગે તથા અન્યલિંગે સિદ્ધ તે શબ્દમાં તેને પૂછવું છે આ સિવાય બીજે કઈ ભેદ છે કે નહિં? સ્વલિંગસિદ્ધ નામને ત્રીજે ભેદ છે. સ્વલિંગ એટલે કયું લિંગ ?
સ્વલિંગ સિદ્ધ એનો અર્થ ? સ્વ એટલે પિતાનું, સિદ્ધનું વરૂપ ચાલે છે તેમાં પિતાનું લિંગ એટલે કયું લિંગ એ જ ગાથા અને ગ્રંથકાર કહે છે કે મોક્ષે જવાનું લિંગ આજ છે, નહિંતર સ્વલિંગ કેમ ? સાધુલિંગ શબ્દ ન કહેતાં સ્વલિગસિદ્ધ શબ્દ કેમ કહ્યો? કદાચ કહેશે કે સાધુલિંગ પણ કહીએ. સ્વ અર્થ ભલે સાધુ કરે. પણ પન્નવણ સૂત્રમાં અને ઠાણાંગજી સૂત્રમાં સ્વને અર્થ શાસકારે, કેવળીઓ. ચોદપૂર્વધરોએ છાપ મારી. મોક્ષે જનારાનું આ લિંગ છે. સ્વલિંગ શબ્દથી બેલાયું વાતુ સ્ટિંગ વિજ્ઞા” સ્વલિંગ સિદ્ધ કોણ? સાધુઓ. સાધુપણાને વેષ તે આ લિંગ. કદાચ કહેશો કે વેષ સ્વલિંગ નહિ પણ સાધુપણાની પરિણતિ તે સ્વલિંગ. ત્યાગમય પ્રવૃત્તિ ન લેવી હોય અને સમ્યગદર્શનાદિ રૂપ જે સાધુની પરિણતિ તે સ્વલિંગ. અન્યલિંગ એટલે પરિકૃતિને અભાવ. અહીં અન્યને આ અર્થ કરવું પડશે, એટલું જ નહિં પણ ગૃહિલિંગમાં શું લેવું? સાધુપણની પરિણતિને અભાવ કે સદૂભાવ? અહીં તેટલા માટે ભજના શાની? દ્રવ્યલિંગની, ભાવલિંગની ભજના ચાલે જ નહિં. મોક્ષે જવા માટે ભાવ