Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
૧૫૦
શ્રીઆગમ દ્વારક-પ્રવચન-શ્રેણી વિભાગ પાંચમ અઘાતી પાપ કરતાં ઘાતી પાપો તરફ વધારે તિરસ્કાર જોઈએ
હવે ઘાતિ એકાંત પાપરૂપ એટલું જ નહિં પણ ઘરે લાય લગાડનાર, અવાતિ પાડોશીને ઘેર લાય લગાડનાર, ઘાતિ સીધી ઘરમાં જ લાય લગાડે. આત્માને જ સીધા ભેગવવા પડે, આત્માને જ સીધે ઘાત કરે તેથી તેનું નામ ઘાતિ. અઘતિને પાપના ઉદયથી ડરીએ છીએ. પુન્ય તરફ અખંડ દષ્ટિથી જોઈએ છીએ, પણ ઘાતિ તરફ દષ્ટિ કયારે ગઈ? અઘાતિ કરતાં ઘાતિ તરફ સેંકડે ગણી દૃષ્ટિ જવી જોઈએ. તે જગાએ સેંકડામાં ભાગે પણ દષ્ટિ જાય છે? ઘાતીના પાપના ઉદય વખતે સમ્યગદષ્ટિને સારાપણું ન લાગે. આપણી સ્થિતિ અઘાતિના પાપમાં ખરાબપા, પુન્યમાં સારાપણું, ઘાતિને હિસાબ નથી. અનંતા જ્ઞાનાવરણીય બાંધીએ છીએ, ભોગવીએ છીએ, એની કયારે ઉદાસીનતા થઈ? તે જગપર એક ફોલ્લી થઈ હોય તે કેમ થાય છે? લગીર હંસાબ ગણજે. અઘાતિનું પાપ ચમકાવે છે કે ઘાતિનું પાપ ચમકાવે છે? રાતદિવસ દૃષ્ટિ અઘાતિને મેળવવાની કે ઘાતિ પાપને ખસેડવાની દષ્ટિ છે? ખરેખર અઘાતિ પાપ કરતાં ઘાતિ પાપ તરફ સજજડ તરસ્કાર કે જોઈએ. અઘાતિપાપના ઉદયે ખુશ થવું, ન થતા હોય તે જાણી જોઈને ઉદીરણા કરવી ને તેમાં જ કલ્યાણ માનવું. આ ચાર પાંચ ઈંટમાંથી એકમાં પણ આપણા પરિણામ ટકતા દેખાય છે ? અઘાતિને મોક્ષને સાથી દાસ્ત ગણાય છે? અઘાતિના પાપના ઉદરમાં તાકાત છે કે પરિણામ ન બગાડે તે જ્ઞાનાવરણીય દર્શનાવરણયના મૂળથી નિકંદન કરે. અઘાતિનું પાપ જાણી જોઈને ભગવે. આથી ગુણઠાણાની પરિણતિ, કેવળજ્ઞાન મેક્ષ માને છે કે નહિં? અધાતિના પાપ
સ્ત તરીકે લઈ શકે છે. મેક્ષ શાથી બને છે? ઘાણીએ પીલાનારા મે જાય છે તે અઘાતિને ઉદય મોક્ષને સાથી માનવામાં શી હરકત છે? ઘાતિને ઉદય મેક્ષમાં મદદ કરતું નથી. હજારો બીજા દાખલા મળશે પણ ઘાતિને ઉદય મેક્ષમાં મદદગાર થાય તે એક પણ દાખલ નહીં મળે. જ્યાં સુધી ઘાતિના પાપ તરફ મીટ માંડી નથી ત્યાં સુધી ચારે ગતિના સાચા નિર્વોદવાળા ગણાઈએ નહિં.