Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ચોથે
૧૪૫
દયા–દાનના દુશ્મનને ચીમકી
જેઓ તીર્થંકરની પૂજાને અંગે એમને ભેગી ગણતા હોય તેવાને સામાન્ય કેવળી ત્યાગી તે તીર્થંકરને પૂજવા છોડી દ્યો. એક પિતાના કુપંથને ચલાવવા ખાતર દેવ તરફ અરૂચિ ધરાવવા ચૂકતા નથી. બીજા પંથે દેવાદિક અને દયાદિક એ બે તરફ અરુચિ. ખરાબ ખેરાક ખાતા હતા. દારૂ માંસ ખાનાર છતાં પણ બચાવનાર ખેટે એ મનમાં નહીં લાવે. બચાવનારને પાપ લાગે તેમ ધારનાર કંઈપણ નહિં નીકળે. એક જ પંથ વર્ગ નીકળે, જેમની માન્યતા એ કે-કસાઈ કરતાં બચાવનારો બૂર. મારે તેને એક પાપ, બચાવે તેને અઢારે પાપ. કહે ત્યારે કસાઈ એક મારનાર અને જીવને બચાવે તે અઢાર પા૫વાળે. આ વચન બોલતાં કેમ સમજ પડતી નથી? આનો અર્થ એ છે કે કેઈપણ પ્રકારે જીવ બચાવવાની તકલીફ ઉઠાવવી નહિં. પિતાને બચાવ નથી ને જગતમાં બચાવે છે તે તેને પાલવતું નથી. નહીંતર આ વાકય બેલનારને ઉદ્દેશ ક? સાધુને તમે દાન આપે છે કે નહિં? સાધુ પ્રમાદકાળ અને અપ્રમાદકાળ કેટલે કાઢવાના? ક્રોડ વરસની જિંદગી હોય તે અંતમેં હૂર્ત જ અપ્રમાદકાળ, બીજે બધો પ્રમાદકાળ, માટે સાધુને આપી પ્રમાદ પિષનાર દુર્ગતિએ જવાનો ! હવે સુપાત્ર માત્ર કેવળી. સુપાત્ર એ પણ કેડ પૂરવના, અંતર્મુહૂર્ત સિવાય તેને પ્રમાદ પિષાય છે કે નહિં? જે છઠ્ઠા સાતમાના હીંચકા ખાનાર છે તે હીંચકામાં અપ્રમત્તને કાળ આખી જિંદગીનો હીંચકા ખાનાર બધે કાળ એકઠો કરે તે પણ અપ્રમત્તકાળ અંતમુહૂર્ત. જાવડ આવડ પુરતું હીંચકાનું દ્રષ્ટાંત છે. સ્થિતિ માટે એ દાંત નથી. તે સાધુનું દાન તે કુપાત્રદાન, કેવળીને દાન ઘો તેજ સુપાત્રદાન ! અજ્ઞાની બાયડીઓને ફસાવવા ફેટા બતાવી ભ્રમિત કરનાર
હવે એક સાધુને દાન દીધું ને રાત્રે ભ્રષ્ટ થયે તો તે પાપ કેને? કહે અમારી તે સાધુપણા તરીકે પવિત્ર માર્ગને અંગે દેવાની બુદ્ધિ હતી, એમાંથી એ અપવિત્ર થયે તે એનું નશીબ. હવે તમારે સવાલ લાવીએ. એક સાધુને મારી નાંખે છે. અત્યારે મરશે તે ચારિત્રની આરાધના કરતે મરશે. વખતે આગળ વંઠી જશે તે કરતાં અત્યારે મારે તો ઠીક છે, તે પાપ કોને લાગે? કઈ મનુષ્યને બચાવ્યા ને સાધુપણું લીધું તે બચાવનારને સાધુપણને લાભ થાય છે? કેમ નહિ? એણે