Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 158 બુકીવપત્તિ- 35 અપત કરીને પછી તેઓ જ્યાં આપાત કિરાતો હતા ત્યાં ગયા. ત્યાં જઈને તેમણે આપાત કિરાતોને આ પ્રમાણે કહ્યું. હે દેવાનુપ્રિયો ! એ ભરત રાજા છે. એ મહર્તિક છે યાવતુ મહાસૌખ્ય સમ્પન્ન છે, એ ચાતુરન્ત ચક્રવર્તી છે. એ કોઈ પણ દેવ વડે યાવતું કોઈ પણ દાનવ વડે અથવા શસ્ત્ર પ્રયોગ થી ફે અગ્નિ પ્રયોગથી યાવતું મન્ત્ર પ્રયોગથી એ ઉપદ્રવિત કરવામાં આવી શકતો નથી તેમજ એ નરેશને તમારા દેશ પરથી આક્રમણ કરતાં હાવી પણ શકાય નહિ અસાધ્ય હોવા છતાંએ અમે એ ભરત નરેશ ઉપર ઉપદ્રવ કર્યો તો હવે હે દેવાનુપ્રિયો! તમે જાઓ અને સ્નાન કરો, બલિકર્મ સમ્પન કરો તેમજ કૌતુક મંગળ પ્રાયશ્ચિત કરો. બહુમૂલ્ય શ્રેષ્ઠ રત્નોને લઇ ને તેમજ હાથ જોડીને ભરત રાજાની શરણમાં જાઓ. ત્યાં જઈને તમે સર્વ તેના પગોમાં પડી જાઓ. તે આપાત કિરાતો પોતાની મેળે ઉભા થયા. અને ઉભા થઈ ને તેમણે સ્નાન કર્યું. બલિકર્મ કર્યું અને કૌતુક મંગળ, પ્રાયશ્ચિત્ત કર્યા અને પછી તેઓ સર્વે જેમના અગ્રભાગોથી પાણી ટપકી, કહ્યું છે એવાં અધોવસ્ત્ર પહેરીને જ, બહુ મૂલ્ય શ્રેષ્ઠ રત્નોને લઈ ને જ્યાં ભરત નરેશ હતો, ત્યાં આવ્યા. ત્યાં પહોંચીને તેમણે બન્ને હાથ જોડી ને અને તે હાથોની અંજલિને મસ્તક ઉપર ફેરવી ને જય વિજય શબ્દો વડે તેને વધામણિ આપી, અને વધામણી આપીને તેમણે બહુમૂલ્ય શ્રેષ્ઠ રત્નો ભેટના રૂપમાં તેની સમક્ષ મૂકી દીધાં. પછી તેમણે આ પ્રમાણે કહ્યું- હે વસુધર-અખંડ વતિ દ્રવ્યતે જ ! અથવા હે તેધર ! હે ગુણધર ! ઔદાર્યશૌર્યાદિ ગુણધારક ! હે જયધર ! શત્રુઓવડે અઘર્ષણીય! શત્રુ વિજય કારક ! હે લી, શ્રી લક્ષ્મી, ધૃતિ સંતોષકીર્તિ યશના ધારક ! હે નરેન્દ્ર લક્ષણ સહસ્ત્ર ધારક ! વિદ્યા, ધન, વગેરેની હજારો રેખાઓ ચિન્હોને ધારણ કરનાર ! આપશ્રી અમારા એ રાજ્યનું ચિરકાળ સુધી પાલન કરો, હે હયપતે! હે ગજપતે ! હે નવનિધિપતે ! હે ભરત ક્ષેત્ર પ્રથમ પતે ! હે દ્વાર્કિંશજજન પદ સહસ્ત્ર નરપતિ સ્વામિનું ! આપશ્રી ચિરકાળ સુધી આ ધરાધામ ઉપર જીવિત રહો. હે પ્રથમ નરેશ્વર ! હે ઈશ્વર ઐશ્વર્યધર ! હે ચતુષષ્ઠી સહસ્ત્ર નારી દયેશ્વર ! હે રત્નાધિષ્ઠાયક, માગપતીયદિપાદિ દેવલક્ષેશ્વર ! હે ચતુર્દશા રત્નાધિપતે હે યશશિનું આપશ્રીએ પૂર્વ, પશ્ચિમ. દક્ષિણ સમુદ્ર સુધીના તેમજ શુદ્ધ હિમાચલ સુધીના ઉત્તરાદ્ધ ભરતને-પરિપૂર્ણ ભરત ક્ષેત્ર ને-ભાવીમાં ભૂતવદુપચારનાં અપેક્ષાએ પોતાના વશમાં કરી લીધું છે. એથી હવે અમે સર્વે આપ દેવાનુપ્રિયના જ દેશવાસી થઈ ગયા. અમે આપશ્રીની પ્રજા થઈ ગયા છીએ. આપ દેવાનુપ્રિયની ઋદ્ધિ સમ્પ, દુતિ, પ્રભાવશ-કીર્તિ, બળ, શારીરિક શક્તિ, વીર્ય આત્મશક્તિ, પુરૂષકાર પૌરૂષ અને પરાક્રમ વિક્રમ એ સર્વે અતીવ આશ્ચર્ય કારક છે. જેવો આપશ્રીનો પ્રભાવ છે. એ બધું આપશ્રીએ દેવધર્મના પ્રસાદ થી જ મેળવ્યું છે. પ્રાપ્ત કર્યું છે અને અભિ સમન્વાગત કર્યું છે. બીજાઓના મુખથી ગુણાતિશયની વાત સાંભળવાથી આશ્ચર્ય થાય છે પણ જ્યારે તે ગુણોના આગાર ને આંખો થી જોઈ એ ત્યારે અસીમ આશ્ચર્ય થાય છે. હે દેવાનુપ્રિય ! અમારા થયેલ અપરાધ બદલ અમે સર્વ આપ શ્રી પાસેથી ક્ષમા વાચીએ છીએ. અમને ભારે પશ્ચાત્તાપ થઈ રહ્યો છે. અમારી બાળ ચેષ્ટાઓને આપ દેવાનુપ્રિય ક્ષમા કરો આપ દેવાનુપ્રિય ! અમને ક્ષમા કરવા યોગ્ય છે. હવે પછી. ભવિષ્યમાં અમે આમ નહિ કરીએ હે દેવાનુપ્રિયો ! હવે તમે સર્વ પોત-પોતાના સ્થાને પ્રયાણ કરો. તમે બધા મારી બાહ છાયાથી પરિગૃહીત થઈ ચૂક્યા છો. હવે નિર્ભય થઈને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org