Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 270 જબુદ્ધીવપન્નત્તિ પરિ૩૯ ભરતાદિ ક્ષેત્રો- માંથી, સમસ્ત ચક્રવર્તી વિજયોમાંથી વક્ષસ્કાર પર્વતોમાંથી અન્તર નદીઓમાંથી, જલાદિકો લીધા. યાવતુ ઉત્તર કુરૂ આદિ ક્ષેત્રોમાંથી તેમજ દૂહ દશકોમાંથી યથા સંભવ વસ્તુઓ લીધી. આ પ્રમાણે જમ્બુ લીપસ્થ પૂવદ્ધિ મેરૂમાં સ્થિત ભદ્રશાલ વનમાંથી નન્દન વનમાંથી, સૌમનસવનમાંથી અને પંડકવનમાંથી સમસ્ત તુવરાદિ પદાર્થો લીધાં. યાવતું સિદ્ધાર્થ સરસ ગોશીષ ચન્દન અને દિવ્ય પુષ્પમાળાઓ લીધાંઆ પ્રમાણે જ ધાતકી ખંડસ્થમેરના ભદ્રશાલ વનમાંથી, સતુવર પદાર્થોને યાવતુ, સિદ્ધાર્થોને લીધાં. આ પ્રમાણે જ એના નન્દન વનમાંથી સમસ્ત તુવર પદાર્થોને યાવત્ સિદ્ધાર્થોને લીધા. સરસ ગોશીષ ચન્દન લીધું. દિવ્ય સુમનો દામો લીધાં. આ પ્રમાણે સૌમનસવનમાંથી, પંડકવનમાંથી, સર્વ તુવરો ઔષધિઓને યાવત્ સુમનોદ્યમોને, દર્દર તેમજ મલયજ સુગંધિત ચન્દન લીધાં. [240-243ii ત્યાર બાદ જ્યારે અભિષેક યોગ્ય બધી સામગ્રી ઉપસ્થિત થઈ ગઈ ત્યારે તે દેવેન્દ્ર દેવરાજ અશ્રુતે પોતાના 10 હજાર સામાનિક દેવોની સાથે 33 ત્રાયસ્ત્રિશ દેવોની સાથે ચાર લોકપાલોની સાથે, ત્રણપરિષદાઓની સાથે તથા સાત અનીકો સાથે સાત અનીકાધિપતિઓની સાથે 40 આત્મરક્ષક દેવોની સાથે આવત થઈને તે સ્વાભાવિક અને વિકર્વિત તેમજ લાવીને સદર કમળોની ઉપર મૂકવામાં આવેલા સુગંધિત, સુંદર નિર્મળ જળથી પૂરિત, ચન્દનથી ચર્ચિત થયેલા, માળાથી કંઠમાં આબદ્ધ થયેલા, પા અને ઉત્પલ રૂપ ઢાંકણથી આચ્છાદિત થયેલા તેમજ સુન્દર સુકુમાર કરતલોમાં ધારણ કરવામાં આવેલા, 1008 સુવર્ણના કળશોથી યાવતું 1008 માટીના કળશોથી આમ બધા થઈને 8064 કળશોથી યાવતુ ભંગારકાદિકોથી તેમજ સમસ્ત તીર્થોમાંથી લાવવામાં આવેલા જળથી, સમસ્ત તુવર પદાથથી, યાવતુ સમસ્ત પુષ્પોથી, સવૌષધિઓથી તેમજ સમસ્ત સર્ષપોથી, પોતાની સમસ્તઋદ્ધિ તેમજ યુતિ વગેરે વૈભવથી યુક્ત થઈને મંગળ વાદ્યોના ધ્વનિ સાથે તીર્થંકર પ્રભુનો અભિષેક કર્યો. જે વખતે અશ્રુતેન્દ્ર ભારે ઠાઠ માઠ સાથે પ્રભુનો અભિષેક કરી રહ્યો હતો, તે વખતે બીજા જે ઈન્દ્રાદિક દેવો હતા. તેઓ એ પોતપોતાના હાથોમાં કોઈએ છત્ર લઈ રાખ્યું હતું, કોઈએ ચામર લઈ રાખ્યો હતા, કોઈએ ધૂપ કટાહ લઈ રાખ્યો હતો, કોઈએ પુષ્પો લઈ રાખ્યાં હતાં. કોઈએ ગંધ દ્રવ્યો લઈ રાખ્યાં હતાં. યાવતુ કોઈએ માળાઓ લઈ રાખી હતી. તેમજ કોઇએ ચૂર્ણ લઈ રાખ્યું હતું. બધા ઈન્દ્રાદિક દેવો હર્ષ અને સંતોષથી વિભોર થઈને હાથ જોડીને પ્રભુની સામે ઊભા હતા. એમાંથી કેટલાક વજ લઈને ઊભા હતા અને કેટલાક બીજા શસ્ત્રો લઈને ઉભા હતા. કેટલાક દેવોએ ત્યાં હિરણ્ય-રુણ્યની વષ કરી. કેટલાક દેવોએ ત્યાં સુવર્ણની, રત્નોની, વજોની, આભર ણોની, પત્રોની, પુષ્પોની, ફળોની, બીજોની,સિદ્ધાદિકોની, માલ્યોની, ગંધવાસોની, તેમજ હિંગુલક વગેરે વર્ણની વર્ષા કરી કેટલાક દેવોએ ત્યાં અન્ય દેવોના માટે હિરણ્ય વિધિ રૂપ મંગળ પ્રકારો આપ્યા. આ પ્રમાણે યાવતુ કેટલાક દેવોએ દેવોએ ચૂર્ણ વિધિ રૂપ મંગળ પ્રકારો બીજા દેવોને આપ્યા. કેટલાક દેવોએ ત્યાં ચાર પ્રકારના-તત વિતત, ઘન, અને શુષિર આ ચાર પ્રકાર ના વાદ્યો વગાડ્યા. કેટલાક દેવો ત્યાં ચાર પ્રકારના ગીતો ગાવા લાગ્યાં. તે ચાર પ્રકાર ના ગીતો આ પ્રમાણે ઉત્તિર્ણ 1, પાદાન્ત 2, મંદાય 3, અને રોચિતાવસાન 4. કેટલાક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org