Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 224 જંબુલીવપન્નત્તિ-પ/ર 27 ગુણોન્નતિ કરીશું. કેટલાંક દેવ-દેવીઓ એ અભિપ્રાયથી શક્ર પાસે આવ્યા કે ત્યાં જઈને અમે પ્રભુની સામે પ્રભુની સામે ઊભા થઈને હાથ જોડી શું. કેટલાંક દેવ-દેવીઓ આ અભિપ્રાયથી શક્ર પાસે આવ્યા કે ત્યાં જઈને અમે ચરમ તીર્થંકરના દર્શન કરીશું. કેટલાંક દેવ-દેવીઓ જિનેન્દ્રની ભક્તિના અનુરાગથી અને કેટલાંક દેવ-દેવીઓ જિન જન્મના ઉત્સવમાં જવું આ અમારો આચાર છે. વગેરે વગેરે ભિન્ન ભિન્ન અભિપ્રાયોથી પ્રેરિત થઈને શુક્રની પાસે આવ્યાં. - દેવેન્દ્ર દેવરાજ શકે વિના વિલંબે તેમની પાસે આવેલાં તે દેવ-દેવીઓને જોયાં. તે સર્વને જોઈને હર્ષિત થઇને પાલક નામક આભિયોગિક દેવને બોલાવ્યો. બોલાવીને તે શકે કહ્યું હે દેવાનુપ્રિય ! તમે શીધ્ર એક દિવ્ય યાનની વિફર્વણા કરો આ યાનવિમાન હજારો સ્તંભોવાળું હોય,તથા લીલા કરતીઅનેક પુત્તલિકાઓથી સુશોભિત હોય, ઈહા મૃગ, વૃષભ, તુરગ, નર, મકર, વિહગ, વ્યાલ, કિન્નર, રૂરૂ-મૃગ એ બધાનાં ચિત્રોની રચ નાથી એ આશ્ચર્ય પ્રદ હોય, એના દરેક સ્તંભમાં વજની વેદિકા હોય અને જે 1 હજાર યોજનજેટલુંવિસ્તીર્ણ કહેવામાં આવેલું છે, તેયોજન પ્રમાણાંગુલથીનિષ્પન્ન થયેલો યોજન જગૃહીત થયેલો છે. એ વાયાન-વિમાનની વિદુર્વણા કરીને અમને તરત ખબર આપો. 228] દેવેન્દ્ર દેવરાજ શક્ર વડે આ પ્રમાણે આજ્ઞપ્ત થયેલા તે પાલક દેવે હૃષ્ટ તુષ્ટ યાવતુ થયેલા તે પાલક દેવે વૈક્રિય સમુદુઘાત કરીને આજ્ઞા મુજબ જ યાન વિમાનની વિકુવણા કરી. તેણે તે દિવ્ય યાનવિમાનની ત્રણ દિશાઓમાં ત્રણ સોપાન પ્રતિરૂપકની વિકર્વણા કરી. તે યાન વિમાનની અંદરનો ભૂમિભાગ બહુ સમરમણીય હતો. તે અંદર નો ભૂમિ ભાગ મૃદંગ મુખ યાવતું ચિત્તાના ચર્મ જેવો બહુ સમરમણીય હતો. તે યાન વિમાનને હજારો કીલો અને શત્રુઓના આક્રમણો સામે ટકી શકે તે રીતે મજબૂત કર વામાં આવેલું હતું. ભાગમાં તેણે એક વજમય અંકુશની વિદુર્વણા કરી. અહીં ફરી તેણે કુમ્ભપ્રમાણ એક વિશાળ મુક્તામાળાની વિદુર્વણા કરી આ મુક્તમાળા અન્ય મુક્તા માળાવાળી હતી. ચોમેર સારી રીતે પરિવૃત હતી. એ માળાઓ તપનીય સુવર્ણ નિર્મિત કન્દુક જેવાં આભરણ વિશેષોથી સમલકત હતી. સુવર્ણના પત્રોથી મંડિત હતી વિવિધ મણિઓથી, વિવિધહારોથી, અદ્ધહારોથી ઉપશોભિત હતી. સારા ઉદયવાળી હતી, સુંદર રીતે તૈયાર કરવામાં આવી હતી અને પરસ્પર એક બીજી માળાથી પરોવાઈ સંઘ થ્રિત થઈને મંદ-મંદ રૂપમાં હાલી રહી હતી. એમની પરસ્પર સંઘટ્ટનાથી જે શબ્દ નીક ળતો હતો તે અતીવ કર્ણ મધુર લાગતો હતો. એ માળાઓ પોતાના આસ-પાસના પ્રદે શોને સુગંધિત કરતી હતી. એ પ્રમાણે એ માળાઓ ત્યાં હતી. તે સિંહાસનના વાયવ્ય કોણમાં, ઉત્તર દિશામાં, ઈશાન દિશામાં શક્રના 84 હજાર સામાનિક દેવોના 84 હજાર ભદ્રાસનો પૂર્વ દિશામાં, આઠ અગ્રમહિષીઓના આઠ ભદ્રાસનો અગ્નિકોણમાં આત્યંતર પરિષદાના 12 હજાર દેવોના 12 હજાર ભદ્રાસની દક્ષિણ દિશામાં મધ્ય પરિષદાના 14 હજાર દેવોના 14 હજાર ભદ્રાસનો. અને નૈઋત. કોણમાં બાહ્ય પરિષદાના 16 હજાર દેવોના 16 હજાર ભદ્રાસનો તથા પશ્ચિમ દિશામાં સાત અનિકાધિપતિઓના સાત ભદ્રાસનો સ્થાપિત કર્યો. તેણે તે સિંહા સનની ચોમેર 84-84 હજાર આત્મરક્ષક દેવોના 84-84 હજાર ભદ્રાસનો પોતાની વિકવણા શક્તિથી સ્થાપિત કર્યો તે દિવ્ય યાનવિમાનનો વર્ણ પ્રમાણે તત્કાલ ઉદિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org