Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 162 જંબુઢવપત્તિ-૩૧૦૩ રાજા સ્નાન ઘરમાં ગયો. ત્યાં પહોંચીને તેમણે સ્નાન કર્યું. ભોજન મંડપમાં ગયા. ત્યાં તેમણે પારણા કયા નમિ વિનમિ વિદ્યાધર રાજાઓ ઉપર વિજય મેળવ્યો છે. વિજ્યોપલક્ષ્યમાં આઠ દિવસ સુધી ઠાઠ માઠથી મહોત્સવ કર્યો અને તે મહોત્સવ પૂર્ણ રૂપે સંપાદિત થયો છે એની સૂચના રાજાને આપી ત્યાર બાદ તે ચક્રરત્ન આયુધગૃહ uળામાંથી બહાર નીકળ્યું. અને યાવતુ તે ઈશાન દિશામાં ગંગા દેવીના ભવનની તરફ રવાના થયું જોઈએ. ગંગાદેવીએ ભરત નરેશ માટે ભેટમાં 108 કુંભો જેઓ રત્નોની વિચિત્ર પ્રતીત થતા હતા, આવ્યા તેમજ અનેક માસિઓથી, કનક તથા રત્નોથી જેમનામાં રચના થઈ રહી છે, એવા બે કનક સિંહાસનો આવ્યાં. શેષ સર્વ કથન પ્રાભૂત (ભેટ સ્વીકાર કરવી, સન્માન કરવું વગેરે છે તે સર્વ આઠ દિવસ મહોત્સવ સુધીનું કથન પહેલાં પ્રકટ કરવામાં આવ્યું છેઅહીં પણ તે પ્રમાણે જ સમજી લેવું જોઈએ. [10] જ્યારે ગંગાદેવીના વિજ્યોપલક્ષ્યમાં આયોજિત આઠ દિવસ નો મહોત્સવ સમાપ્ત થઈ ચૂક્યો ત્યારે તે દિવ્ય ચક્રરત્ન બહાર નીકળ્યું. અને નીકળીને તે યાવતુ ગંગા મહાનદીના પશ્ચિમ કૂલ પર થઈ ને દક્ષિણ દિશામાં ખંડ પ્રપાત ગુહા તરફ ચાલવા લાગ્યું. જ્યારે ભરત રાજાએ ચક્રરત્નને ખંડ પ્રપાત ગુહા તરફ જતું જોયું તો તે પણ જ્યાં ખંડ પ્રપાત નામક ગુફા હતી તે તરફ પહોંચ્યો. ત્યાં પહોંચીને તેણે જે કાર્યો ત્યાં કયાં તે વિષે કૃતમાલક દેવની વક્તવ્યતમાં જેમ વર્ણવવામાં આવેલ છે. તેમ અહીં પણ જાણી લેવું જોઈએ. જ્યારે નટ્સ માલક દેવના વિજયોપલક્ષ્યમાં આયોજિત આઠ દિવસ સુધીનો મહોત્સવ સંપૂર્ણ થઈ ચૂક્યો ત્યારે ભારત રાજાએ પોતાના સુષેણ નામક સેનાપતિ ને બોલાવ્યો. બોલાવી ને તેણે જે કંઈ તે સેનાપતિ ને કહ્યું તે બધું સિંધુ નદીના પ્રકરણમાં જેમ કહેવામાં આવ્યું છે તેવું જ અત્રે પણ સમજવું ગંગાના નિષ્કટને જીત્યા. પછી કોઈ એક વખતે ભરત મહારાજાએ સુષેણ સેનાપતિને બોલાવ્યો. બોલાવીને તેને આ પ્રમાણે હે દેવાનુપ્રિય ! તમે ત્વરાથી જાઓ અને ખંડપ્રપાત ગુહાના ઉત્તર દિશ્વત દ્વારના કમાડો ખોલો. જેવું કથન તમિસ્ત્રી ગુફાના સંબંધમાં કહેવામાં આવ્યું છે, તેવું જ કથન અત્રે ખંડપ્રપાત ગુફાના સંબંધમાં પણ તમારું કલ્યાણ થાઓ અહીં સુધી સમજી લેવું જોઈએ. તે ખંડ પ્રપાત ગુરૂના બહુ મધ્ય દેશ ભાગમાં યાવતુ-બરાબર એ જ સ્થાન પર ઉન્મજ્ઞા અને નિમગ્ના નામક બે મહાનદીઓ વહે છે. એ નદીઓનું સ્વરૂપ તમિસ્ત્રી એ જ નામની નદીઓ જેવું જ છે, એ બને નદીઓના આયામ વિસ્તાર, ઉદ્વેધ અત્તર વગેરે સર્વ કથન તમિત્રા ગુહાગત પૂવક્ત નદી કય જેવું જ છે, ત્યારબાદ ચક્ર રત્ન જેને ગન્તવ્ય માર્ગ પ્રકટ કરી રહ્યું છે. એવોતે ભરત નરેશ યાવતુ ખંડ પ્રપાત ગુફાના દક્ષિણ દ્વારાથી પસાર થઈને ચન્દ્રની જેમ અંધકાર સમૂહમાંથી નીકળ્યો. [૧૦પ-૧૨૦] ગુફામાંથી નીકળ્યા બાદ ભરતરાજાએ ગંગા મહાનદીના પશ્ચિમ દિગ્દર્તી તટ પર બાર યોજન પ્રમાણ લાંબી અને 9 યોજન પ્રમાણ પહોળી એથી જ એક સુંદર નગર જેવી સુશોભિત દેખાતી વિજય સેનાનો નિવાસ પડાવ નાખ્યો. અહીંથી આગળનું બધું કથન જેમ માગધતીર્થના પ્રકરણમાં સ્પષ્ટ કરવામાં આવેલ છે, તેવું જ પૌષધશાળામાં દર્ભના આસન ઉપર બેસવા સુધીનું અહીં જાણી લેવું જોઈએ. તે અષ્ટમભક્ત તપસ્યામાં તે ભરત નો 9 નિધિઓનું અને 14 રત્નોનું પોતાના મનમાં ધ્યાન શરૂ કર્યું આજ અહીં તે ભરત મહારાજાની પામે અપરિમિત રક્તવર્ણના, કૃષ્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org