________________
૧૦૦
ગુરુ ના બની શકે રાજપુત્રને ગુરુ છઠ્ઠીના ધાવણથી શસ્ત્રપાઠ શીખવે. ઘડીયામાં રાજપુત્ર રડે તે રાજમાતા કહે કા બેટા! શ્રી ક્ષત્રિયાણીનું સંતાન નથી? દુશ્મન દેખીને રડે છે? બાજુમાં રહેલ વડારણ કહે. ના...મા...ના.મા. આ તો તમારું લોહી છે. ક્ષત્રિઓની મોજમજાહ પર ઉના આંસુ સારે છે. ભિખારીને પુત્ર દયાથી જીવે રાજપુત્ર શૂરવીરતાથી જીવે તે કામણપુત્ર શાના દ્વારા જીવે?
શ્રમણપુત્ર ક્ષમાના સહારે જીવે તેના શ્વાસ તેના પ્રાણ, તેનું જીવન ક્ષમા. ક્ષમા રહે તો સાધુના ૧૦ પ્રકારના ધર્મ રહે. ક્ષમા જાય તો હાથમાં ઘો રહે. અને હૃદયમાંથી સાધુતા ચાલી જાય.
પૂ. શય્યભવમૂરિ મહારાજ સાધુઓના ઘડવૈયા છે. તેમનું શિક્ષણ કાચું ન હોય. અધુરું ના હોય તેઓ સમજે છે. તપ, ત્યાગ, જ્ઞાન, ધ્યાન, સાધુતાને શોભાવનારા પણ સાધુના ખુદના નૂર શા માં ! ક્ષમામાં.
ક્ષમા વગરની સાધુતા નાક વગરની સુંદરી જેવી બેહુદી લાગશે વૃક્ષ લીલું કેમ? મૂળમાં મીઠાં જળ સમાયેલાં છે. વૃક્ષ સુકું કેમ? મૂળ બળી ગયું છે.
જીવનમાં ક્ષમા તેજ રાખી શકે જેનું હૃદય જિનવાણીની સરવાણીથી નવપલ્લવિત હોય. જિનશાસનના રહસ્ય પામીને સમજીને ગુસ્સો આવે તો ફાવે નહિ. પડછાયાની જેમ દેખા દઈને પાછા વળી જાય પણ સફળ ના બને.
પૂ. શäભવસૂરિ મહારાજ બાલ મનકને સફળ સાધુ જોવા માંગે છે. તેથી પ્રારંભમાં જે સાધનાના અઘરાં ચઢાણ ચઢાવે છે.
શ્રમણ પુત્રના શિક્ષાદાતા મોહી ગુરુ ના ચાલે. શ્રમણ પુત્રના શિક્ષાદાતા પ્રેમી ગુરુ ના ચાલે. શ્રમણ પુત્રના શિક્ષાદાતા ગુણી ગુરુ જોઈએ.
ગુણી ગુરુ પચાસ ટકા એંશી ટકાને પણ પાસ ના કરે. તે કહે મારે વિદ્યાથી ભલે છઘસ્થ મારે વિદ્યાથી ભલે ક્રોધના ઉદય