Book Title: Agam 42 Mool 03 Dashvaikalik Sutra Chintanika
Author(s): Vikramsuri, Rajyashvijay, Vachamyamashreeji
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad

View full book text
Previous | Next

Page 268
________________ ૨૨૪ શાસનની શ્રદ્ધા, શુદ્ધ ચારિત્રનું પાલન, સતત શાસ્ત્રાભ્યાસ, શાસ્ત્રવાચનથી જેની બુદ્ધિ–મતિ–શાસ્ત્ર–પરિકર્મિત થઈ ગઈ છે, ઇરછાયોગ–વચનોગની સીમા વટાવી સામર્થ્ય યોગી સમા મહાપુરુષ પણ શાસ્ત્ર પ્રમાણપૂર્વક વાત કરે. આજનો દીક્ષિત પર્ણ શાસ્ત્રને કઈ પાઠ આપે, તો વિચાર કરવા થોભે તેઓ પણ કહે : ભાઇ, “મુનય: શાસ્ત્ર ચક્ષુષા:, મારા વાંચનમાં આમ આવ્યું છે. ક્ષયોપશમની વિચિત્રતા. છે. પુનઃ પુન: શાસ્ત્રપાઠના સ્મરણ કરું. આવી છે સર્વજ્ઞના શાસનનાં ગુરુદેવની શાસ્ત્રાધીનતા. તેઓ કહે, જો અમે અમારી બુદ્ધિ—મતિ, કલ્પનાને સ્થાન આપી તે મુજબ અર્થે વિચારણા અને પ્રરૂપણા કરીશું, તો આ સર્વ જ્ઞનું શાસન નહિ રહે, છદ્મસ્થનું શાસન બની જશે. આ શાસનમાં બુદ્ધિ તર્ક–પ્રતિભાને ઉપયોગ આજ્ઞાને સમજવા કરવાને. –ખુદના નિર્ણયને–વિકલ્પને સિદ્ધ કરવાના નહિ. જેના શ્વાસ ઉચ્છ વાસ પણ શાસ્ત્રવચનથી સિદ્ધ થયા છે તે પણ સૂત્રને પ્રમાણ કરે. આગમવ્યવહારીને આત્માગમ પ્રમાણ પણ સૂત્રવ્યવહારીને સૂત્રાગમ પ્રમાણ–સૂત્ર સિદ્ધાંતના એકએક અર્થને સ્વીકારે અને એક પણ. અર્થને ના લેપે, સિદ્ધાંતની સત્યવાત તે જ કરી શકે—જેનામાં નિભકતા હોય. ખુદની આસક્તિ ને અશક્તિને છુપાવવા શાસ્ત્રની ઓથ. ના લે. શાસ્ત્રદ્રારા તો ખુદના દુર્ગુણો દૂર કરવાના. પોતે સન્માર્ગમાં સ્થિર બનવાનું. બીજાને સન્માર્ગમાં સ્થિર કરવાના શાસ્ત્રાધ્યયન કરી કેઈને શિથિલ ઉભાગ નહિ કહેવાના, પણ શાસ્ત્રાધ્યયન દ્વારા કરૂણા પિદા કરી સૌને પ્રભુમાર્ગે સન્મુખ કરવાના. અંધના હાથમાં અરીસે આપે, તે તે બીજાને કહેશે : જુવો, તમારું મોટું કેવું લાગે છે? શાસ્ત્રાધ્યયન કર્યા બાદ આપણે આત્મનિરીક્ષણ ન થાય, તે આપણી પણ અંધદશા. કર્મનો ઉદય વિચિત્ર છે. દીક્ષા લીધા બાદ ચર્મચક્ષુ કદાચ નષ્ટ થાય, પણ સાધુના શાસ્ત્રચક્ષુ દિવસ' જતાં ચરિત્ર પર્યાય વધતાં વધુ તેજસ્વી બને, તેથી અલ્પજ્ઞાનમાં કોઈ સંગતિ દોષના કારણે પણ વિપરીત -

Loading...

Page Navigation
1 ... 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281