________________
૩૬. ગેહાહિ સાહુ ગુણ મુંચ અસાહૂ
વ્યાખ્યાનકારોને પ્રવચનકારોને પૂછી આવજો. તમે સફળ વક્તા કેવી રીતે બની શક્યા છો? લેખકોને ગ્રંથકારોને પૂછી આવશે. તમે સફળ સાહિત્યકાર કેવી રીતે બની શક્યા છો?
બધાનો એક જ જવાબ “અલ્પ અક્ષરોમાં સારગ્રાહી કહેતાં લખતાં આવડયું છે.”
કલાકો સુધી સાંભળવાની કોઈને ફુરસદ નથી. અને કદાચ શરમના માર્યા સાંભળે તો સમય ક્યાંથી લાવે? short and sweet નો જમાનો છે. જમાનાની વાત દૂર રાખે. આયુષ્ય અલ્પ, સન્સમાગમ અલ્પ, બુદ્ધિ અલ્પ, સ્મૃતિ અલ્પ, વધુ સાંભળે વધુ વાચે તે પરિણામે કશું યાદ ન રહે. અવસર્પિણી કાળના માનવની આ વ્યથા છે.
પૂ. શય્ય ભવસૂરિ મહારાજ જાણતા હતા. બાલમુનિ મનકનું ફક્ત છ મહિનાનું આયુષ્ય છે. છ મહિનામાં અનાદિ કર્મના સંસ્કાર ભૂસવાના. છ મહિનામાં સાદિ અનંત ભાવોના સોણલાં પેદા કરવાનાં. સાધુપુત્ર, પણ શરીર તે બાલકનું. એની કોમળ બુદ્ધિમાં સમજાય અને પ્રતિક્ષણ જિનવચનનો ઘંટ રણક્યા કરે તેવું જ્ઞાન આપવું જોઈએ.
પૂ. શખંભવસૂરિ મહારાજના હૈયામાં એકાંત હિતભાવના છે, તેથી તો આગમશાસ્ત્રનાં દોહન દશવૈકાલિક સૂત્રમાં ઉતાર્યો. દશવૈકાલિકનું દહન નવમું અધ્યયન છે. નવમા અધ્યયનનું દેહન અગિયારમી ગાથા છે. અને અગીયારમી ગાથાનું દહન અગિયાર અક્ષરોમાં છે. બે વાકયો છે કેવાં મનેહર! શબ્દો વાંચતાં હૈયામાં સસરા ઊતરી જાય તેવાં.