Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
અઢાર પાપસ્થાનક
પછી ભરતના સૌ ભાઈઓના પવિત્ર સૂપોને વંદના કરી અને શ્રદ્ધાવાળા તેણે કંઈક વિચારીને આમ કહ્યું કે, “અષ્ટાપદ સરખું સ્થાન ક્યાંય નથી' એમ માનું છું. માટે હું પણ આના જેવું બીજું ચૈત્ય કરાવું. ભરત ચક્રવર્તી મુક્તિ પામવા છતાં પણ હજુ ભરતખંડનું ચક્રવતીપણું ભરતખંડના સારભૂત એવા આ પર્વતના શિખર ઉપર રહેલ ચૈત્યના બહાનાથી ટકી રહેલું છે એમણે આ ચૈત્ય કરાવ્યું. હવે ભવિષ્યમાં થનારા રાજાઓ આનો વિનાશ કરે નહિં, માટે આપણે તેનું રક્ષણ કરવાનો ઉપાય કરીએ. ત્યાર પછી, હજારો દેવતાઓથી અધિષ્ઠિત દંડરત્નને હાથમાં ગ્રહણ કરી તેણે અષ્ટાપદની ચારે બાજુ ભમાવ્યું, એટલે કહોળા માફક એક હજાર યોજન ભૂમિ ઊંડી ખોદાઈ અને એવી રીતે તેનાથી દંડ ભમાવતાં નાગદેવોનાં ભવનો પણ ભાંગી ગયાં. તે દેવો ભય પામી પોતાના સ્વામી જ્વલનપ્રભુને શરણે ગયા. તેણે અવધિજ્ઞાનથી જાણી જતુ પાસે આવી ક્રોધથી એમ કહ્યું, “અરે ! મત્ત બની તમે નિષ્કારણ અનંત જંતુઓના ઘાતને કરનારૂં આ ભયંકર ભૂમિ-વિદારણ કેમ કર્યું ?” અજિતસ્વામીના ભત્રીજા અને સગર ચક્રીના પુત્રોએ આવું અકાર્ય કરાય? કુલને કલંક લગાડનારા ! તમે આ શું પાપ કર્યું ?” જનકુમારે કહ્યું કે, “મેં તો અહિં આવી ચૈત્યના રક્ષણ માટે આ કર્યું, તમારાં ભવનો વિનાશ પામ્યાં, તે મારા અજાણમાં થયું છે, તો એ સહી લેવા વિનંતિ કરૂં છુ.” જ્વલનપ્રભુ દેવે કહ્યું કે, “અજ્ઞાનથી તારી આ ભૂલ થઈ છે, તે હું સહી લઈ જતો કરું , પણ હવે ફરી આવી ભૂલ ન કરીશ.” એમ કહીને તે પોતાના સ્થાને ગયો.
બંધુ સહિત જહ્નકુમારે વિચાર્યું કે, આ ખાઈ તો કરી પણ વખત જશે, તેમ તે ધૂળથી પાછી પૂરાઈ જશે. તેથી તે દંડથી ગંગાનદીને ખેંચી લાવ્યો અને તેનો પ્રવાહ ખાઈમાં વહેવડાવ્યો એટલે તેના જળથી નાગકુમારોનાં ભવનો ફરી ઉપદ્રવવાળાં બન્યાં. નાગકુમારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org