Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૨૨
અઢાર પાપસ્થાનક
ત્યાં જે લૌકિક દેવ-ગુરુ અને પર્વ છે. આ ત્રણ પ્રત્યે ઘણો આદરભાવ કરતાં, તથા તે ત્રણને માનવાનો ગર્વ કરતાં પ્રથમનાં ત્રણ મિથ્યાત્વની સંગતિ થાય છે. લોકોત્તર દેવને માનીને નિયાણું કરવું. ગુરુના લક્ષણોથી હીન હોય તેને ગુરુ માની તેના પદમાં લીન થવું તથા જે પર્વ પર્વસ્વરૂપે ઈષ્ટ ન હોય તો પણ આ લોકના સુખની ખાતર માને તે પાછળનાં ત્રણ મિથ્યાત્વ છે II૯-૧oll
વિવેચન - ઉપરની બન્ને ગાથાઓમાં ૧૦+૫+૧૫ ભેદો મિથ્યાત્વના સમજાવ્યા. આ ગાથામાં હવે બાકીના ૬ ભેદો સમજાવે છે. લૌકિક અને લોકોત્તર એવા દેવસંબંધી, ગુરુસંબંધી અને પર્વસંબંધી એમ છ જાતનું મિથ્યાત્વ છે ત્યાં પ્રથમ લૌકિક ત્રણ મિથ્યાત્વ સમજાવે છે ત્યારપછી લોકોત્તર ત્રણ મિથ્યાત્વ સમજાવશે.
(૧) લૌકિક દેવગત મિથ્યાત્વ - જ્યાં આત્મિક ઉત્કર્ષની વાત નથી પણ શક્તિવિશેષ હોવાથી આ લોકમાં જે દેવો રાગાદિ દોષયુક્ત હોવાના કારણે ભક્તોની સાર સંભાળ કરે, અને વિરોધી ઉપર દ્વેષ ધારણ કરે, જે દેવો અજ્ઞાન આસક્તિ-અહંકાર વિગેરે દોષવાળા હોય, તેવા દેવોને દેવ તરીકે પૂજવા, આત્મકલ્યાણના અર્થે તેમનો આશ્રય લેવો, તેમની સેવાભક્તિ કરવી તે આ મિથ્યાત્વ છે.
(૨) લૌકિક ગુરુગત મિથ્યાત્વ - આરંભ-પરિગ્રહમાં જે આસક્ત હોય, લોકેષણામાં જે તણાતા હોય, અઢાર પાપસ્થાનકમાં જે લીન હોય, બીજાને જે પાપમાં પ્રવર્તાવે, એવાને ગુરુ બનાવી તેમની આજ્ઞા પ્રમાણે ચાલવું, આત્મશુદ્ધિની ઇચ્છાથી તેવાને ગુરુ બનાવવા, તેવાની સેવા-ભક્તિ કરવી તે લૌકિક ગુરુગત મિથ્યાત્વ કહેવાય છે.
(૩) લૌકિક પર્વગત મિથ્યાત્વ - પાંચ ઈન્દ્રિયોના વિષયોમાં આસક્ત એવા લૌકિક પુરુષોએ પ્રવર્તાવેલાં હોળી-બળેવ-શીતળા સાતમ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org