Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૯ર
અઢાર પાપસ્થાનક
તેનાથી પાર્શ્વનાથ પ્રભુને જોયા, અને તે જોઈને ઉપસર્ગ કરવા દોડી આવ્યો, એટલે ઘણીવાર આવા પ્રકારનું પુણ્ય પણ સંસારમાં વધારે રખડાવનાર બને છે જો તે તિર્યંચ-મનુષ્યમાં ગયો હોત તો વિર્ભાગજ્ઞાન ન મળવાથી પાર્શ્વનાથ પ્રભુને જોઈ જ ન શકત અને નરકમાં ગયો હોત તો વિર્ભાગજ્ઞાન મળત પણ ચાર ગાઉની સીમાવાળું જ હોવાથી પ્રભુને જાણી જ ન શકત અને અહીં આવી પણ ન શકત માટે વધારે પાપ કરાવે તેવો જ ભવ આવા પુણ્યથી મળ્યો. તેથી તે આત્માર્થી જીવો ! તમારે માયાને જરા પણ સ્થાન ન આપવું. / ૧ / નગન માસ ઉપવાસીયા, સુણો. સીથ લીયે કૃશ અન્ન.
ગુણવંતાજી, ગર્ભ અનંતા પામશે, સુણો. જો છે માયા મન.
ગુણ. રા. શબ્દાર્થ - નગન - નગ્નપણું માસ ઉપવાસીયા - મહીનાના ઉપવાસવાળાપણું, સીથ લીયે - સિક્ય એટલે એક દાણા જેટલું ભોજન લે. કુશ અન્ના - નિરસ અને તુચ્છ અન્નનું ભોજન કરવું, મારા મન - મનમાં માયા છે તો II ૨ |
ગાથાર્થ - ધારો કે નગ્ન થઈને ઉત્કૃષ્ટ સાધુતા પાળે, મહીના, મહીનાના ઉપવાસ કરે, એક દાણાનું ભોજન રે, નિરસ અને તુચ્છ અન્નનું ભોજન કરે, આટલું બધું તીવ્ર તપાદિ કરે તો પણ જે મનમાં માયાનો સ્ન હોય તો અનંત જન્મ-મરણ કરવા રૂપે તે જીવ અનંત ભવભ્રમણ પામે છે I ૨
વિવેચન-માયાના પરિણામ આ આત્માને સંસારમાં કેવા રખડાવે છે તે ઉપર ગ્રંથકારશ્રી કહે છે કે બહારથી ઉચ્ચકોટિની સાધુતા પાળવાના આશયથી કદાચ આ જીવ જેમ પરિવાર અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org