Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ક્રોધ નામના છઠ્ઠા પાપસ્થાનકની સજ્ઝાય
કરતા નહીં. (તેમનાથી થતો જ ન હતો) તેથી ચાર તપસ્વી મુનિઓ તેમના ઉપર ગુસ્સે થતા, ઘણો ક્રોધ કરતા, છતાં કુરગડુ ઋષિ ઉપશમભાવમાં જ રહેતા. તે મહર્ષિ પોતાનો ઉપશમભાવ ક્યારેય પણ છોડતા નહીં.
એક વખત પશુસણ પર્વ જેવા દિવસો આવ્યા, કુરગડુ ઋષિ આહાર લાવીને તેને વાપરવા બેઠા, ચાર તપસ્વી મુનિઓ તેમના ઉપર ગુસ્સે થયા, કુરગડુ ઋષિના પાત્રમાં થૂંકવા લાગ્યા. કુરગડુ ઋષિ “આ અમૃત છે” એમ સમજીને આરોગી જવા લાગ્યા. આ રીતે ઉપશમભાવ રાખવાથી કુરગડુ ઋષિ તરી ગયા અને ચાર તપસ્વી મુનિઓ ક્રોધને પરવશ થયા છતાં ડુબી ગયા. આવાં ચરિત્રો જાણીને હે ભવ્ય આત્માઓ ! ક્રોધકષાયને ટાળો, ઉપશમભાવને લાવો, જૈન પ્રવચનમાં આ “ઉપશમભાવ” એ જ કલ્યાણકારી કહ્યો છે. આવા જિનેશ્વરના વચનને પ્રમાણભૂત માનો અને તેનાથી ક્રોધકષાયને ઉપશમાવીને નિર્મળ યશ પ્રાપ્ત કરો.
૭૯
તથા “સુજસ વચન એ પ્રમાણો” એ પદમાં કહેલા “સુજસ” શબ્દથી ગ્રંથકર્તા શ્રી ઉપાધ્યાયજી મહારાજશ્રીએ પોતાનું “યશોવિજયજી” આવું નામ પણ ગર્ભિતપણે સૂચવ્યું છે ॥ ૮ ॥ આ પ્રમાણે ક્રોધ કષાય” આવા નામવાળું જે છઠ્ઠું પાપસ્થાનક છે તેના વર્ણનની સજ્ઝય સમાપ્ત થઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org