Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
આત્મતત્વવિચાર
આત્માની એક દેહધારણ કરીને છોડવા સુધીની કિયાને આપણે ભવ કે અવતાર કહીએ છીએ. આ ભવ કે અવતારની શરૂઆત ગર્ભ ધારણ કે જન્મથી થાય છે અને અંત મરણથી આવે છે, એટલે આત્મા જન્મે અને મર્યો એ શબ્દ ઔપચારિક છે. જન્મ અને મરણ દેહનાં થાય છે, પણ આત્માનાં થતાં નથી.
આત્મા ક્યારે પણ જન્મતે નથી, એટલે તે આજ કહેવાય છે અને કદી પણ નાશ પામતે નથી, એટલે અવિનાશી કે અમર કહેવાય છે. તે અરૂપી હોવાથી શો વડે છેદાન્ત–ભેદા નથી, અગ્નિ વડે બળત-પ્રજળતો નથી, પાણી વડે ભીંજાતું નથી કે પવન વડે સૂકાતો નથી. તે ગમે તેવી કઠિન દિવાલે કે પહાડને નિમિષમાત્રમાંક ભગવદ્દગીતાના બીજા અધ્યયનમાં નિખ પંક્તિઓ નજરે પડે છે -
જૈન છિનિત શાસ્ત્રાળિ, નૈનં ઢતિ વાવ: | न चैनं क्लेदयंत्यापों न शोषयति मारुतः ॥
આ આત્માને શાસ્ત્રો છેદતા નથી, અને અગ્નિ બાળ નથી, અને પાણું ભીંજવતું નથી અને પવન સૂકવતું નથી, 1 x અહીં નિમિષમાત્ર શબ્દનો પ્રયોગ વસ્તુસ્થિતિ સરલતા સમજવામાં આવે તે માટે કરે છે. વાસ્તવિક રીતે આત્મા નિમિષના અસંખ્યાતમા ભાગે એટલે એક, બે, ત્રણ સમયમાં જ પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી જાય છે. આત્માની આ ગતિને વિગ્રહગતિ કહેવામાં આવે છે, આત્માની સ્વાભાવિક ગતિ ઉષ્ય છે, તે ઉપર જણાવ્યું છે.