Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
૨૧૪
આત્મતત્વવિચાર નિમિત્તિયાએ ગ્રહદશા જોઈ બરાબર ગણતરી કરીને કહ્યું કે “ભવિષ્યમાં થનાર દશરથ રાજાના પુત્રો બળદેવ અને વાસુદેવ દ્વારા અને જનકરાજાની પુત્રી સીતાનાં નિમિત્તે તમારું મૃત્યુ થશે” આ વ્યક્તિએ તે વખતે જગતમાં વિદ્યમાન ન હતી, છતાં નિમિત્તિયાએ એ વાત કરી અને આપણે જાણીએ છીએ કે તે ખરી પડી.
નિમિત્તિયાઓ આ પ્રમાણે ચોકકસ ભવિષ્ય ભાખી શકતા, કારણ કે ભાવીના આ બનાવ તેમનાં અંતરચક્ષુ સમક્ષ ખડાં થતાં, તે પછી તેના કરતાં અનેકગણુ શક્તિશાળી કેવળજ્ઞાનીનાં અંતરચક્ષુ સમક્ષ એ બધું ખડું કેમ ન થાય એ વસ્તુને તે યથાર્થરૂપે કેમ ન જાણી શકે?
આપણે માણસોને જુદા જુદા વિષયમાં નિષ્ણુત જોઈએ છીએ. કોઈ વ્યાકરણમાં નિષ્ણાત, કેઈ કાવ્યમાં નિષ્ણાત, કેઈ ઇતિહાસમાં નિષ્ણાત, કઈ ભૂળમાં નિષ્ણાત, કઈ તત્વજ્ઞાનમાં નિષ્ણાત, તે કઈ વિજ્ઞાનમાં નિષ્ણાત. સામાન્ય મનુષ્યની અપેક્ષાએ તેમનું આ જ્ઞાન ઘણું જ ઉચ્ચ કોટિનું હોય છે. વળી એવા પણ પ્રભાવશાળી માણસો જોવામાં આવે છે કે જે સેંકડો લોકો એક વાર સાંભળીને યાદ રાખી લે અને બરાબર બેલી બતાવે. એટલે આત્માની જ્ઞાનશક્તિ અગાધ છે. આ શક્તિ જ્યારે ચરમ સીમાએ પહોંચે ત્યારે સર્વ વસ્તુઓના સર્વ ભા કેમ ન જાણી શકે?
અનુભવ પણ સર્વજ્ઞતાને મંજુર રાખે છે.
તમે મેમેરીઝમ કરનાર માણસોને જોયા હશે. જેને મેમેરાઈઝ કરવામાં આવે છે, તેની આંખે પાટા બાંધી દેવામાં