Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
૩૫૮
આત્મતત્વવિચાર
ખરાબ લાગતું હશે, પણ અમને તે એ બહુ મધુર લાગે છે. જ્યાં અમે ઠણઠણપાલ એ શબ્દ સાંભળીએ છીએ, ત્યાં અમારાં અંતરમાં આનંદ ઉભરાવા લાગે છે, અમારું હૈયું હર્ષના હેલે ચડે છે. બેટા! બધાં નામે કંઈ સાથે હતાં નથી. કોઈનું નામ કચરો હોય છે, કેઈનું નામ પૂજે હોય છે, કેઈનું નામ ભીખ હોય છે, તેમ આ ઠણઠણપાલ. સાચી વાત એ છે કે આપણે નામ કરતાં કામ પર જ વિશેષ ધ્યાન આપવું જોઈએ. જે સારાં કામ કરે તેનું નામ સારું, બાકી નામ ગમે તેવા રૂડારૂપાળાં હોય તે શા કામનાં? ઋષભ અર્થ વૃષભ એટલે બળદ થાય છે, પરંતુ તેમણે માનવસમાજ માટે નવયુગ પ્રવતવ્યો અને પોતાનું આત્મકલથાણ સાધી લોકોને તારવા માટે ધર્મ તીર્થની સ્થાપના કરી, તે આજે તેઓ શ્રી ઋષભદેવ તરીકે સર્વત્ર પૂજાય છે અને લાખે-કેડો માનવીના આદર્શ બનેલા છે. યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ, એ નામો પણ અર્થમાં સુંદર નથી, છતાં તેમનાં કામને લીધે જ તે લોકપ્રિય બનેલાં છે, માટે તારે નામ કરતાં કામ પર જ વિશેષ ધ્યાન આપવું.”
પરંતુ પિતાની આ શિખામણથી ઠણઠણપાલનાં મનનું સમાધાન થયું નહિ, ત્યારે પિતાએ તેને સુંદર નામ શેધી લાવવાનું જણાવ્યું,
હવે થોડા દિવસ બાદ કઈ કામપ્રસંગે ઠણઠણપાલ ગામની બહાર ગયો. ત્યાં એક આધેડ ઉંમરની સ્ત્રી તેને જોવામાં આવી. તેનાં વસ્ત્ર ફાટેલાં-તૂટેલાં હતાં અને આખો દિવસ મહેનત-મજૂરી કરવાથી તેનું શરીર શયામ બની ગયું હતું. તેણે સવારથી મધ્યાહ્ન સુધી મહેનત કરીને અડાયાં–છાણનો