Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
૩૦૦
આત્મતત્ત્વવિચાર
તેના ત્યાગ કરી અને વીતરાગતાના અનુભવ કરો, તા તમને તમારાં ઉપર્યુક્ત વચનાની સાર્થકતા સમજાશે.
તમે વેપારી છે, શાણા છેા, કુનેહમાજ છે અને કાઈ. પણ જાતના વેપાર કરતાં પહેલાં પાકી ગણતરી કરી છે કે આમાં લાભ થશે કે નહિ ? થશે તા કેટલા થશે? વગેરે. આમ છતાં તમે અસલી સુખને બદલે પૌલિક સુખ મેળવવામાં જખ્ખર થાપ ખાધી છે. એક લાખ રૂપિયાના હીરા શેર ગેાળ સાટે વેચી માર્ચી છે, એમ કહીએ તા પણ ખાટુ નથી, અને પાછા મલકાએ છા કે અમે કેવા શાણા! કેવા કુનેહબાજ ! ’
જ્યાં સુધી તમે કાલ્પનિક-ક્ષણભ'ગુર-તુચ્છ-પૌલિક સુખાને છેાડા નહિ, ત્યાં સુધી તમને સાચાં આત્મસુખના આસ્વાદ આવવાના નહિં. ભમરા અને ગી ગેાડાનુ દૃષ્ટાંત સાંભળેા એટલે તમને અમારાં કથનની ખાતરી થશે.
ભમરા અને ગીંગાડાનું દૃષ્ટાંત,
જંગલમાં એક સરાવર હતું. તેના કિનારે એક ભમરા રહેતા હતા. તેનાથી થાડે દૂર એક ગીગાડા રહેતા હતા, તે 'તેને ઢાસ્તી થઈ. ભમરા રાજ ગીગાડાને ત્યાં જાય, પશુ તેનાથી વિષ્ટાની દુર્ગંધ સહન થાય નહિ, છતાં દે।સ્તીની ખાતર જા-આવ કરે. એક વખત ભમરાએ ગીગાડાને કહ્યું, કે ‘હું તારે ત્યાં રાજ આવું છું, પણ મારાથી વિષ્ટાની વાસ સહન થઈ શકતી નથી. તું મારે ત્યાં આવ તા ખતાવું કે કેવાં સુંદર સ્થાનમાં રહું છું.