________________
આત્મ-સાક્ષાત્કાર
નિદ્રામાં પણ સત્સંગ થાય છે, કારણ કે તે વખતે કેવળ સત્ સ્વરુપ આત્મા પોતે જ હોય છે.
માનસશાસ્ત્રને નિયમ છે કે જે વૃત્તિમાં તમને નિદ્રા આવશે, તે વૃત્તિ નિદ્રા દરમ્યાન આંતરમનમાં કાયમ રહેશે.
શ્રી પરમેષ્ટિ ભગવંતે સના સંગમાં છે, તેથી તેમનું સ્મરણ પણ એ રીતે સત્સંગ ગણવે જોઈએ. સવપ્રધાન તમોગુણ
નિદ્રા એ સત્ત્વગુણ પ્રધાન તમગુણ છે. “રવાતિ “ બારમાનં અતિ તિ સ્વજતિ' અર્થાત્ પિતાના આત્મામાં ગયો છે, આત્માને પ્રાપ્ત થયે છે. આ સ્થિતિ સવગુણ જ છે. તેની સાથે તમગુણની અજ્ઞાનતા, મૂઢતા પણ હોય છે. તેથી સરવપ્રધાન તમેગુણ કહેવાય.
આમ તે ત્રણે ય ગુણ હર સમયે હેય છે. સત્સંગથી વિચારશક્તિ જાગૃત થાય છે. અજ્ઞાની મનથી થતા વિચારો બંધ થઈને સત્ય એવી વિચારક શક્તિ ઋતંભરાપ્રજ્ઞા કામ કરતી થાય છે.
ક્ષેભમાં અને કર્મમાં રાચતા મન કરતાં શાન અને અક્ષુબ્ધ મન વધારે સહેલાઈથી, વધારે વિશુદ્ધિપૂર્વક અનંત પ્રત્યે ખુલ્લું થઈ શકે છે, શાન્તિ અને નિરવતામાં અનંત પ્રગટે છે.
વિચાર ન કરવો એ પણ ધ્યાન છે. જ્યાં સુધી મન ક્રિયાશીલ છે, ત્યાં સુધી સત્યની પ્રાપ્તિ થઈ શકતી નથી. જ્યારે મન શાન્ત થાય છે, ત્યારે સત્યની અનુભૂતિ થાય છે.
વિચાર અને વાણીથી જે પર છે, તે સર્વોત્તમ ભાષા છે. મનને આત્મામાં સ્થાપવું, વિલીન કરવું, તે જ સ્વસ્થતા છે. પ્રશાન્તાવસ્થા છે, આત્મનિષ્ઠા છે, જ્ઞાનદષ્ટિ છે. | મન શું છે, તે જોધી કાઢે તે તે અદશ્ય થઈ જશે. વિચારથી ભિન્ન મન જેવી કઈ વસ્તુ જ નથી.
ઊંચે ચઢવું હોય તેને ભાર રહિત થવું જોઈએ. પરમાત્મતત્વ સુધીની અંતિમ ઊંચાઈએ પહોંચવાનું કાર્ય કરવું હશે તેને શૂન્યની પરાકાષ્ઠાએ પહોંચવું જ પડશે.
વિચાર પણ પરિગ્રહ છે. ધન સંગ્રહ સ્થૂલ છે, વિચાર સંગ્રહ સૂક્ષમ છે.
સત્ય એક છે, વિચાર અનેક છે. સત્યના સાક્ષાત્કારનું દ્વાર વિચાર નહિ, પણ નિર્વિચારાવસ્થા છે.
જ્યાં ચેતના નિર્વિષય, નિર્વિચાર, નિર્વિકલ્પ છે, ત્યાં જે અનુભવ થાય છે, તે જ સ્વયને આત્મતત્ત્વને સાક્ષાત્કાર છે. જીવનમાં જે સત્ય, શિવ અને સુંદર છે, તે વિચારના તરંગમાં નહિ, કિન્તુ નિર્વિચાર, તરંગહીન અવસ્થામાં જ પામી શકાય છે.