________________
સમર્પણ દ્વારા શ્રેષ્ઠતા
જો વાણીને બદલે કર્મનો મહિમા વધુ હોય તો તે પરમ ફળ(લાભ)ની અમર્યાદ
લાલસાઓ થકી દૂષિત ન હોવું જોઈએ.
સાચું કર્મ ઉત્કૃષ્ટતા અને સેવાની ઈચ્છાથી પ્રેરિત હોય છે જે અંતે જીવનના
હેતુને પરિપૂર્ણ કરવામાં પરિણમે છે.
– ચિત્રભાનુજી
પ્રકરણ :
મુક્તિ
Aષાના મૃત્યુની વિપદા પછી રૂપનું હોવું જ જાણે નિરર્થકતાથી ઘેરાઈ ગયું હતું. ( ૨તેનું હૃદય ભાંગી ગયું હતું અને તેને ક્યાંય શાતા નહોતી મળતી. પિતાના
વેપારમાં જોડાવામાં પણ તેને નિરર્થતા જ લાગતી હતી. આ માનસિક સ્થિતિમાં તેને લાગ્યું કે તેણે પોંડિચેરીમાં મહર્ષિ અરવિંદના આશ્રમની મુલાકાત લેવી જોઈએ. આ આશ્રમ તુમકુરથી બહુ દૂર નહોતો. તેણે તેના પિતાને જાણ કરી ને તે આશ્રમ ચાલ્યો ગયો અને એક મહિનો ત્યાં રહ્યો. કમનસીબે શરૂઆતથી જ તેને લાગ્યું કે આશ્રમમાં પોતે ગોઠવાઈ નહોતો શકતો. તેને ત્યાંનું વાતાવરણ માફક નહોતું આવતું. તેને સંવેદનાત્મક અને આધ્યાત્મક પુનરુત્થાનના અનુભવની આશા હતી. રૂપને હતું કે આશ્રમનાં માહોલને પગલે તેનો ભાંગી ચૂકેલો જુસ્સો તેને કદાચ પાછો મળશે, ઠીક થઈ જશે. પરંતુ એવું કંઈ ન થયું. તે શ્રી અરવિંદની નજીક ન જઈ શક્યો. શ્રી અરવિંદ પોતાના ઘરની બાલ્કનીમાં આવીને વિદ્યાર્થીઓનું અભિવાદન કરતા. આ અછડતો સંવાદ રૂપ માટે પૂરતો નહોતો. તે આશ્રમમાં અર્થ, સમજ અને દિશા શોધવા આવ્યો હતો પણ આવું કંઈ જ ન મળતાં તે નિરાશ થઈને ઘરે પાછો ફર્યો. માર્ગદર્શન શોધવામાં મળેલી નિષ્ફળતાને પગલે રૂપ વધારે બેચેન બન્યો. અરુણાચલની ટેકરીઓની તળે તિરુવન્નામલાઈના નાનકડા શહેરમાં રમણ મહર્ષિના આશ્રમમાં જઈને તેમને મળવું એમ રૂપે નક્કી કર્યું. રૂપ એ સ્થળને જાણતો હતો કારણ કે કૉલેજકાળમાં તે ત્યાં ધ્યાન ધરવા જતો. ત્યાંનું વાતાવરણ મૈત્રીપૂર્ણ અને આવકાર્ય હતું. ગુરુ તેની સામે પ્રેમથી જોતાં જ તેના વિચાર વાંચી લેતા અને એકેય શબ્દ ઉચ્ચાર્યા વિના તેની સાથે
- ૪૧ –
ચિત્રભાનુજી