________________
બારણાં પાછળ સંતાયેલી બાબત હતી. કૅથરીનને જલદી જ સમજાઈ ગયું કે તેનામાં અંતઃસ્ફર્ણાની ક્ષમતા રહેલી છે. જો કે તે વિશેષ ભેટ કે વિશેષ લોકોમાં નહોતી માનતી. તે માનતી કે તે ગુણવત્તા કે ઊર્જા દરેકમાં રહેલી હોય છે. તે મૂળે તો લોકોને તેમનામાં રહેલી, માનસિક એવી દૈહિકથી વિપરીત આધ્યાત્મિકતા સાથે ઓળખાણ કરાવતી.
આખરે કૅથરીન ગુરુદેવને સાક્ષાત મળી. તે જૈન સેન્ટર ફાર્મિંગટન હિલ્સ, ડેટ્રોઈટમાં થઈ રહેલા પ્રવચનમાં પોતાની એક મિત્ર સાથે ગઈ. પ્રવચનને અંતે ગુરુદેવ આશીર્વાદ આપી રહ્યા હતા. કૅથરીનને ખૂબ જ પ્રેરણાત્મક લાગી રહ્યું હતું અને તેણે પોતાની મિત્રને કહ્યું કે “મને પણ એ આશીર્વાદ જોઈએ છે.” જયારે તેને આશીર્વાદ પ્રાપ્ત થયા એ તેના આત્માને જ સ્પર્યા અને તેને ખાતરી થઈ ગઈ કે પોતાની અને ગુરુદેવની વચ્ચે કોઈ ખાસ કડી જોડાયેલી છે. વર્ષો પછી તેમણે ગુરુદેવ સાથેની પહેલી મુલાકાત યાદ કરતાં કહ્યું, “મેં તેમનું પ્રવચન સાંભળ્યું પછી જાણે એ બધી જ માહિતી મારી અંદર ભળી ગઈ. ચિત્રભાનુજીએ માત્ર એટલું જ કહ્યું કે “કારણ કે તે આ બધું જ કોઈ બીજા જન્મમાં પણ અનુભવ્યું છે.' તેમણે કહ્યું, “એ તું જાણે છે. એ તારું સત્ય છે. તું એ બધું મારા વિના, કોઈ પુસ્તક વિના શીખવી શકી.”
ગુરુદેવના બોધથી તથા તેમની સાથેની મુલાકાતથી કેથરીન માટે ઘણી બધી બારીઓ ખૂલી ગઈ – હવે તેને પોતાની જ સમજણનું યોગ્ય માળખું મળી ગયું.
મને હું જે કરતી હતી તે માટે જાણે ભાષા મળી. હું એ અંતઃસ્ફર્ણાથી કામ કરતી કે કંઈક છે જે યોગ્ય છે. એક પશ્ચિમી મનની પશ્ચિમી ભાષાથી હું કામ પાર પાડતી અથવા સાધારણ ભાષા વાપરતી. હું પહેલાં તો એ શીખી કે પશ્ચિમી માણસને ધ્યાન કેવી રીતે શીખવવું. ભારતમાં ગુરુ કહે, ધ્યાન ધરો, મંત્ર બોલો, આમ કરો અને તેમ કરો,” અને ભારતીયો એ જ કરશે જે તેમના ગુરુએ કહ્યું છે. ભારતીયો આ કરશે પણ પશ્ચિમીઓ “આમ કેમ?' એવો સવાલ કરશે.'
સમયાંતરે તેમણે મનરો કોમ્યુનિટી કૉલેજ, ઓકલેન્ડ કોમ્યુનિટી કૉલેજ, મેરી ગ્રોવ કૉલેજ, લેન્સિગ કોમ્યુનિટી કોલેજ તથા તે વિસ્તારની કેટલીક શાળાઓમાં ધ્યાન શીખવ્યું હતું. તેમના કોર્સ ડ સમથિંગ ડિફ્રન્ટ'ના વર્ગો પછી પેટ્રીશિયા થિએલ સહિતના તેમનાં ત્રણ વિદ્યાર્થીઓ તેમના ઘરે આવ્યાં, કારણ કે તેઓ આ અંગે વધુ શીખવા માંગતા હતાં અને આમ કૅથરીને પોતાના ઘરે વિદ્યાર્થીઓ સાથે ધ્યાન અને અન્ય બેઠકો શરૂ કરવાનું નક્કી કર્યું. ધીરે ધીરે વધુ ને વધુ લોકો, ખાસ કરીને એના આર્બર અને યુનિવર્સિટી ઑફ મિશિગનમાંથી કૅથરીનનાં દર મહિને થતાં ધ્યાન અંગેનાં પ્રાથમિક પ્રવચનોમાં હાજરી આપવા આવવા મંડ્યાં. આખરે ૧૯૮૨માં ધી લાઈટ
- ૧૬૯ -
ચિત્રભાનુજી