Book Title: Yogshatak Granth Ek Aadhyayan
Author(s): Jagruti Nalin Gheewala
Publisher: Antarrashtriya Jainvidya Adhyayan Kendra

View full book text
Previous | Next

Page 27
________________ ૨૩ મધ્યયુગમાં યોગ (ઈ.સ. ૮મી સદીથી ૧૪મી સદી) મધ્યકાલથી તુલનાત્મક અધ્યયનનો પ્રારંભ થયો. વૈદિક અને બૌધ્ધયોગની સાથે સમન્વય સાથે પોતાની વિશિષ્ટતા દર્શાવવી એ મધ્યમયુગમાં જેનાચાર્યોની વિશિષ્ટતા રહી તે સાથે પારિભાષિક તેમજ સમાંતર શબ્દપ્રયોગ પણ આ જ યુગમાં થયો હતો. આ સમય દરમ્યાન રચાયેલ જૈનયોગ સાહિત્યનું સંક્ષિપ્ત વિવરણ આ પ્રમાણે છે. ઈ.સ. ૮મી સદીમાં વૈદિક તેમજ બૌધ્ધ સાહિત્યમાં વર્ણિત યોગ પધ્ધતિઓ તેમજ પરકિભાષાઓને જૈનપધ્ધતિથી સમન્વય સ્થાપિત કરી જનયોગ પરંપરામાં એક નવી દિશા પ્રદાન કરનાર મહાન વિભૂતિ આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજીએ સમસ્ત સંસારી જીવોને પાપ - અજ્ઞાન - દુઃખમય જીવનથી મુક્તિ માટે આચાર, ન્યાય, તર્ક, અનેકાન્ત, યોગ, કથા, સ્તુતિ તથા જ્યોતિષ વગેરે અનેક વિષયો પર મૌલિક ગ્રંથોની રચના કરી. જૈન આગમગ્રંથો ઉપર સંસ્કૃતમાં વૃત્તિ લખવાનું કાર્યની પણ શરૂઆત કરી. તેમનું સંસ્કૃત – પ્રાકૃત બંને ભાષામાં ગદ્ય - પદ્ય ગ્રંથોની રચના કરી." ઈ.સ. ૮-૯મી સદીમાં આચાર્ય ગણભદ્રજી કૃત ‘આત્માનુશાસનમાં મનને બાહ્ય વિષયોથી હટાવી શુધ્ધ આત્મસ્વરૂપ તરફ મોક્ષસુખનાં કારણરૂપ રત્નત્રયની આરાધનાનું વર્ણન છે. ઈ.સ.ની ૧૦મી સદીમાં દિગંબર પરંપરાનાં આચાર્ય અમિતગતિએ “સુભાષિત રત્ન સંદોહ', યોગસાર પ્રાભૃતમાં નૈતિક તેમજ આધ્યાત્મિક ઉપદેશ સાથે શ્રમણ તેજમ શ્રાવકનાં વ્રત, ધ્યાન, ચારિત્રનું વિસ્તૃત વર્ણન કરેલ છે. ઈ.સ.ની ૧૧મી સદીમાં જૈનાચાર તેમજ યોગનું વિસ્તૃત વર્ણન કરનારો ગ્રંથ આચાર્ય શુભચંદ્ર કૃત ‘જ્ઞાનાર્ણવ' છે. ૪૨ સર્ગનાં ગ્રંથમાં ૨૦૦૦ શ્લોક છે. જેમાં સર્ચ ૨૯ થી ૪૨ સુધી પ્રાણાયામ તથા ધ્યાનનું વિસ્તૃત વર્ણન છે." ઈ.સ.ની ૧૧-૧૨મી સદીમાં કલિકાલ સર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રાચાર્ય થઈ ગયા. તેઓએ અનેકગ્રંથોની રચના કરી હતી. તે સમયનાં રાજા કુમારપાળ હંમેશા સ્વાધ્યાય કરે તે હેતુથી યોગશાસ્ત્રની રચના કરી જેમાં ૧૨ પ્રકાશ અંતર્ગત ગૃહસ્થ ધર્મનાં નિરૂપણ સાથે પ્રાણાયામ, ધ્યાન, મંત્ર, જપ વગેરેનું વિસ્તૃત અને સ્પષ્ટ નિરૂપણ છે. આ ગ્રંથની વિશેષતા એ છે કે જૈનયોગનાં નિરુપણ સાથે પાતાંજલ યોગદર્શનમાં નિર્દિષ્ટ “પરકાય પ્રવેશ' તથા ‘યોગસિધ્ધિ વગેરેનું સુંદર વિસ્તૃત વર્ણન છે. તેમાં સમ્યકજ્ઞાન, શ્રધ્ધા અને ચારિત્રરૂપ ત્રણ રત્નોને યોગ કહે છે. આ ઉપરાંત ૧૨, ૧૩ અને ૧૪મી સદીમાં પણ પંડીત આશાધરજી - અધ્યાત્મ રહસ્ય, શ્રી રત્નશેખરસૂરિજી - યોગદીપન, અજ્ઞાતકર્તા - યોગપ્રદીપ વગેરે અનેક આચાર્યોએ ધ્યાન અને યોગવિષયક ગ્રંથોની રચના કરી હતી. 15.

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150