Book Title: Yogshatak Granth Ek Aadhyayan
Author(s): Jagruti Nalin Gheewala
Publisher: Antarrashtriya Jainvidya Adhyayan Kendra

View full book text
Previous | Next

Page 113
________________ યોગશતક ગ્રંથના અધ્યયનથી સતત સમભાવની કેળવણી દ્વારા યોગમાર્ગના ગુણોની પ્રાપ્તિ કરવાની એક નવી જ દ્રષ્ટિ મળે છે. મૈત્રી આદિ ચાર યોગભાવનાને જીવનમાં ઘૂંટવાથી આપણને વિશ્વશાંતિનો સંદેશ મળે છે. કર્મબંધથી સંવરનો સંદેશ મળે છે. રાગ-દ્વેષ-મોહનાં સ્વરૂપ-પરિણામ અને વિપાકને વિચારવાથી આપણને સમત્વભાવ કેળવવાનો સંદેશ મળે છે. વર્તમાન સમયમાં રોજ બરોજ અખબારપત્ર દ્વારા ખૂન, અપહરણ, બળાત્કાર, આતંકવાદના જ સમાચાર મળતા હોય છે. વિશ્વમાં, દેશમાં જાણે અશાંતિ જ ફેલાયેલી હોય છે તેમ લાગે છે. - યોગી મહાત્માનાં આહારનાં વર્ણનથી શુધ્ધ સાત્વિક આહારની સાવધતા રાખવાની કેટલી જરૂર છે તેનો ચોક્કસ વિચાર આવે છે. કારણ કે હાલના સમયમાં જંકફૂડ, પીઝા, બર્ગર, બ્રેડ વગેરેનો વપરાશ ઘણો વધી રહ્યો છે. લોકો બિનજરૂરી માનસિક તણાવમાં રહીને કસમયે આવો જ ખોરાક લઈ રહ્યા છે. તેનાથી પાછા ફરીને સાત્વિક આહાર તરફ વળવાનું છે. તેનો સંદેશ મળે છે. શ્રી હરિભદ્રસૂરિજીએ યોગશતક ગ્રંથમાં યોગની કેટલી બધી સૂક્ષ્મ વાતો મૂકી છે. જે લોકો માટે જાણવા જેવી, જીવનમાં ઉતારવા જેવી અમૂલ્ય છે. આ ગ્રંથનું અધ્યયન કરતાં ઘણા સૂક્ષ્મ વિચારો સાથે ડૂબી જવાનો અવસર મળ્યો જેનાથી એવો અહેસાસ થયા છે કે સાતમી - આઠમી સદીના મહાન આચાર્યનાં ચરણોમાં હૃદય અને શીશ નતમસ્તક થઈ જાય છે. હું મારી જાતને ખૂબ જ સદભાગી માનું છું કે મને આવો સુઅવસરથી પણ અમૂલ્ય સાધકની સાધના જેવું અધ્યયન કરવાનો મોકો મળ્યો. તેમનું જીવન અને કવન થી પ્રભાવિત થઈ ભૂતકાળમાં અનેક આચાર્ય ભગવંતોએ સમય સમય પર અનેક સ્થાને સમાજને પ્રદાન કર્યું છે. જેમાં ખાસ કરીને મહોપાધ્યાય શ્રી યશોવિજયજી લોકોમાં ‘લઘુહરિભદ્ર' ની પ્રસિધ્ધિ ને પામેલા છે. તેમની બહુમુખી પ્રતિભાએ ભાગ્યે જ કોઈ વિષય અણખેડ્યો રાખ્યો હશે તેવું વિપુલ સાહિત્યનું સર્જન કર્યું છે. વર્તમાન સંદર્ભમાં પણ જોઈએ તો શ્રી સૂરીજી બ્રાહ્મણમાં જન્મ લઈને જૈનસાધુ થયા તે તેમના ઘણાબધા ગુણો ઉલ્લેખનીય છે. તેમાંથી કેટલાક ગુણો જેમ કે... (૧) નમ્ર ગુણ આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીના જીવનની ઝાંખી જોતાં એવું અનુભવાય છે કે તેમનામાં એક મહાન ગુણ હતો. જેમ કે તે સમયનાં તેઓ પ્રખર, પ્રકાંડ વિદ્વાન પંડીત હતા. ચારેબાજુ તેમની પ્રસિદ્ધિ હતી... તેઓ જ્યાં પણ વિચરતા ત્યારે લોકો તેમના જ્ઞાનગુણ માટે બહુમાન કરતા. તેમના હાથમાં જબૂવૃક્ષની ડાળી દંડ તરીકે રાખતા હતા. કારણ કે તેમને હતું કે તેઓ જ્ઞાનપદમાં સર્વશ્રેષ્ઠ છે. મહાન છે. આવું વિશાળ જ્ઞાન હોવા છતાં પણ તેમણે તેમના જીવનમાં 95

Loading...

Page Navigation
1 ... 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150