Book Title: Yogshatak Granth Ek Aadhyayan
Author(s): Jagruti Nalin Gheewala
Publisher: Antarrashtriya Jainvidya Adhyayan Kendra

View full book text
Previous | Next

Page 123
________________ પરિશિષ્ટ-૧ આગમ ગ્રંથોમાં રાત્રિભોજન ત્યાગનું વિશદ વર્ણન શ્રી ‘દશવૈકાલિક સૂત્રમાં અનેક સ્થળે રાત્રિભોજન ત્યાગનું કથન છે. (૧) અધ્યયન-૩માં રાત્રિભોજન નિગ્રંથ માટે અનાચરણીય કહ્યું છે. (૨) અધ્યયન-૪/૧૨માં પાંચ મહાવ્રતની સાથે રાત્રિભોજન વિરમણને છઠું વ્રત કહ્યું છે. (૩) અધ્યયન-૬માં રાત્રિભોજન કરવાથી નિગ્રંથ મુનિને નિગ્રંથપણાનાં ભાવથી ભ્રષ્ટતાની વાત છે. તથા રાત્રિભોજનમાં દોષોનું કથન પણ છે. અધ્યયન-૮માં સૂર્યાસ્ત થી સૂર્યોદય સુધી અર્થાત્ રાત્રિમાં શ્રમણ માટે આહારની મનથી પણ ઈચ્છા કરવાનો નિષેધ છે. રે અન્ય આગમોમાં રાત્રિભોજન ત્યાગનું વર્ણન ઉત્તરાધ્યયન સૂત્ર' અધ્યયન ૧૯૩૧માં સંયમની દુષ્કરતાનાં વર્ણનમાં રાત્રે ચારે પ્રકારનાં આહારનો ત્યાગને અત્યંત દુષ્કર કહ્યું છે. (૨) ‘ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૩૨માં રાત્રિભોજનનો ત્યાગથી જીવનો આશ્રવ ઘટવાનું અને અનાશ્રવ થવાનું કહ્યું છે. (3) ‘ઠાણાંગ સૂત્ર' સ્થાન ૩ તથા પમાં રાત્રિભોજનનું અનદ્ધાતિક (ગુરુ) પ્રાયશ્ચિત કહ્યું છે. (૪) “સૂયગડાંગ સૂત્ર શ્રુત-૧, અધ્યયન-૨, ઉદ્દેશક-૩માં રાત્રિભોજન ત્યાગ સહિત પાંચ મહાવ્રતની તુલના પરમ રત્ન સાથે કરી છે, આ રીતે અહીં રાત્રિભોજન ત્યાગનું મહત્વ પંચમહાવ્રતની સમાન દર્શાવેલ છે. ‘સૂયગડાંગ સૂત્ર અધ્યયન-ક વીર સ્તુતિમાં કહ્યું છે કે મહાવીર સ્વામીએ દુઃખોનો નાશ કરવા માટે રાત્રિભોજનનો ત્યાગ કર્યો હતો. બૃહતકલ્પ સૂત્ર ઉદ્દે-૧માં રાત્રિમાં અને વિકાલમાં સંધ્યા સમયે) ચારે પ્રકારનાં આહાર ગ્રહણ કરવાનો નિષેધ છે. બૃહતકલ્પ સૂત્ર’ ઉદ્દે-પમાં કહ્યું છે કે આહાર કરતાં સમયે શ્રમણને એવો ખ્યાલ આવે છે કે સૂર્યોદય થયો નથી અથવા સૂર્યાસ્ત થઈ ગયો છે તો મોઢામાં નાંખેલ આહારનો કોળિયો બહાર કાઢી નાંખવો અને પરઠી દેવો જોઈએ. તથા રાત્રિમાં આહાર પાણી યુક્ત દતિ = બતાવ્યું છે. અર્થાત તે પિત્તને જયણાપૂર્વક બહાર કાઢી નાખવું જોઈએ. (૮) ‘દશાશ્રુતસ્કંધસૂત્ર' દશા-૨ તથા સમવાયાંગ સૂત્ર સમવાય-૨૧માં રાત્રિભોજનની “શબલ દોષ'માં ગણના કરી છે. (૯) બૃહતકલ્પ સૂત્ર ઉદ્દેશક-૪માં રાત્રિભોજનનું અનુદ્દઘાતિક (ગુરુ-ભારે) પ્રાયશ્ચિત કહ્યું છે. છે કે

Loading...

Page Navigation
1 ... 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150