Book Title: Vidyopasna Author(s): Himmatram Mahashankar Yagnik Publisher: Yogesh Yagnik View full book textPage 3
________________ પ્રસ્તાવના નાનપણથી જ દેવતાઓની ભક્તિ તરફ આકષ ણુ હતુ અને પ્રસંગ મળતાં સ્તોત્રપાઠ તથા પૂજનની ભાવના રહેતી હતી. કોઈ અગમ્ય પ્રેરણાથી શિવાનંદલહરી, · સૌ લહરી, તથા ખીજા કેટલાંક સંસ્કૃત સ્તોત્રાના સમશ્લોકી અનુવાદ અને બાવાથ" લખાયા, સ્તાત્રસરિતા ભાગ ૧-૨ ઇત્યાદિ રૂપે પ્રસિદ્ધ થયા. '' સૌ લારી અને ખીજા દેવી સ્તાત્રાના અનુવાદવાળું પુસ્તક વધારે લેાકપ્રિય નીવડ્યુ. અને તેની ચોથી આવૃત્તિનું ઘણા સુધારાવધારા સાથે પ્રકાશન થયુ. ત્યારબાદ ગણેશાપાસના તર↓ રુચિ વધતાં તેને પૂજાખંડ, સ્તોત્રખંડ અને રહસ્યખંડ એમ ત્રણ વિભાગોમાં તૈયાર કરી શ્રી મણેરાપાસના નામે પ્રસિદ્ધ કરવાના સચાગ મળ્યા. સૌ લહરી અને ખીજા દેવી સ્તોત્રાની ચેોથી આવૃત્તિ થયા બાદ તેમાં પૂજા પદ્ધતિ રહી ગઈ છે તેવી ઊણપ મનને ડંખ્યા કરતી હતી. આજે તે ઊણપ પૂરી થતાં મનને ઘણા આનંદ થાય છે. પૂજાખંડમાં પૂજકને ઉપયાગી લગભગ બધી સામગ્રી આપવામાં આવી છે. આ પુસ્તકનું પ્રાશન કરવામાં અમદાવાદના સુપ્રસિદ્ધ ગોઠ શ્રી ચીમનલાલ પાપટલાલ (રાણાશેઠ)ના સુપુત્રા અને સમસ્ત પરિવાર તરફ્થી પ્રાત્સાહન મળતાં તેનું પ્રકાશન થયું છે. આા માટે તેમની અભિવૃદ્ધિ થા એવી ભગવતીના ચરણાવિમાં પ્રાથના છે. આ પુસ્તક તૈયાર કરવામાં મારી દીકરી ભારતીબહેને તથા મારા વિદેશવાસી એક શિષ્ય અને મારા પરમ મિત્ર શ્રી નટવરલાલ યાતિકે (એમ.એ. વ્યાકરણાલ કાર) ભાગ લીધે છે. તે માટે તે ત્રણેને મારા હાર્દિક આશીર્વાદ છે. આ પુસ્તકમાં આપેલું ખાલાત્રિપુરાવિધાન અમારા મિત્ર રા. રા. શાંતિલાલ મા. શાસ્ત્રી તરફથી મળ્યું છે તેને માટે તેમના આભાર માનવામાં આવે છે. ચૈત્ર સુદ-૧૫, સંવત ૨૦૪૩ તા. ૧૪-૪-૮૭ મંગળવાર હિમ્મતરામ જાનીPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 138