________________
e
ઉપપિતિ કથા સારાદ્ધાર
શાંતિશિવે જણાવ્યું, અરે ! વૈદ્યરાજે મને ગુરૂદેવની બહેરાશ મટાડવાના ઉપાય બતાવ્યા હતા. તે ઉપાય અજમાવતા હતા. મને તમે બધનથી મુક્ત કરી. આપણા ગુરૂદેવના વ્યાધિની અવગણના ન કરે. વ્યાધિ પ્રતિ બેદરકાર રહેવું એ આપણા માટે સારૂં ન ગણાય.
શિવભક્તોએ વિચાયું કે આને ભારે ભૂત વળગ્યું છે. ગુરૂદેવને મારવાના આગ્રહ હજી પકડી રાખ્યા છે. છતાં શાંતિશિવને જણાવ્યું કે જો તું ફરીથી ગુરૂદેવને ન મારે તે તને બધન મુક્ત કરીએ.
આવેશ પૂર્ણાંક તાડૂકી શાંતિશિવે કહ્યું, તમારા કહેવાથી શું હું મારા પૂજ્ય ગુરૂદેવની દવા નહિ કરૂં ? મને વૈદ્યરાજે જે ઉપાય દર્શાવ્યે છે તે કરવાના જ છુ. તમારૂં માનવાના નથી. તમારૂં સાંભળવા પણ ઈચ્છતા નથી,
શિવભક્તોએ વૈધરાજશ્રીને માનભેર તેડાવ્યા અને અહીંના મઠમાં બનેલી આ બધી વિગત વિસ્તારપૂર્વક સમજાવી.
વૈદ્યરાજને પ્રથમ તા મનમાં ખૂબજ હસવું આવ્યું અને પછી શાંતિશિવને કહ્યું, ભલા ભટ્ટારક! મારા પુત્ર બહેરા ન હતા. પરન્તુ વૈદકશાસ્ત્રના ઉચ્ચતમ ગ્રંથાના મે' પરિશ્રમ કરી અભ્યાસ કરાવ્યા, એના રહસ્યાને સમજી લેવા રાજ એને સમજાવું છું. એ રખડેલ રેઢીયાળ હોવાથી મારૂ કહ્યું કરતા નથી એટલે મે એને માર્યાં. ભગાના ભા ! માર” એ કાંઇ બહેરાપણાની દવા નથી.
વળી મશ્કરીમાં ખેલ્યા, શાંતિશિવ ! તારા ગુરૂદેવ તારી